• લગ્ન સમારોહમાં 100 ને બદલે 200 લોકો બોલાવવાની રાજ્ય સરકારની જાહેરાત
  • સમારોહ સ્થળની ક્ષમતા 400 લોકોની હોવી જરૂરી, સાથે કોવિડ-19 ના નિયમોનું પાલન કરવું જરૂરી

ગાંધીનગર. રાજ્યમાં હવે તમે ધુમધામથી લગ્ન કરી શકશો. ગુજરાત સરકારે આજે લગ્ન પ્રસંગો માટેની ગાઇડલાન અંગે જાહેરાત કરતા કહ્યું છે કે હવે રાજ્યમાં લગ્ન પ્રસંગમાં 100 ને બદલે 200 લોકોને બોલાવી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત આજે કરી છે. જોકે સાથે સાથે એ પણ સુચન કર્યું છે કે કોવિડ-19 ગાઇડલાઇન જેમ કે સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. આ નિર્ણયનો અમલ રાજ્યભરમાં 3 નવેમ્બરથી થશે.

200 લોકોને બોલાવવાના સ્થળની ક્ષમતા 400 લોકોની હોવી જોઇએ

સરકારના જણાવ્યા પ્રમાણે હવે લગ્ન પ્રસંગમાં 100 લોકોને બદલે 200 લોકોને બોલાવી શકાશે. જોકે એ પણ ટકોર કરી છે કે સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જરૂરી છે. તો આ સાથે એ પણ નિયમ જાહેર કર્યો છે કે લગ્ન સમારોહ માટે 200 લોકો જે સ્થળ પર બોલાવવામાં આવશે તે સ્થળની ક્ષમતા 400 લોકોની હોવી જોઇએ. જો આવું નહીં કરવામાં આવે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ થઇ શકે છે.

રાજ્ય સરકારે લગ્નમાં અત્યાર સુધી માત્ર 100 લોકોને જ હાજર રહેવા માટે પરવાનગી આપી હતી. પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  લગ્નની નવી ગાઇડલાઇન જાહેર કરતા કહ્યું કે હવે લગ્ન સમારોહમાં 100 ને બદલે 200 લોકોને બોલાવી શકાશે. જોકે તેમાં તમામ તકેદારીના નિયમો પણ લાગુ રહેશે. આમ હવે તમે ફરી પહેલાની જેમ ધામધુમથી લગ્ન કરી શકશો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud