• સ્કુલ સંચાલકો દિવાળી વેકેશન બાદ સ્કુલ શરૂ કરવાના મુડમાં.
  • સરકાર દિવાળી બાદ પરિસ્થિતી જોયા બાદ નિર્ણય લેવા જણાવ્યું.

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ મહામારીનો ભરડો ધીમે-ધીમે વધી રહ્યો છે. ત્યારે એક તરફ રાજ્ય સરકાર સ્કૂલ ન ખોલવા માટે મક્કમ છેતો બીજી તરફ સ્કૂલ સંચાલકો દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સ્કૂલ ખોલવાની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.

સ્કૂલ ખોલવાની સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે

મહત્વનું છે કે સરકાર દ્વારા સંચાલકોને જણાવવામાં આવ્યું કે તે સમયે કોવિડની સ્થિતિ જોયા બાદ જ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ ખોલવાથી બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધવાના ભયના કારણે સરકાર હાલ કોઈ પણ નિર્ણય લેવા તૈયાર નથી. તો બીજી તરફ સંચાલકો દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની માંગ કરી રહ્યાં છે.

મહત્વનું છે કે હાલ આવી મહામારીની પરિસ્થીતીમાં વાલીઓ પણ બાળકોને સ્કુલે જાય તે ઇચ્છતા નથી. ત્યારે આવનારા સમયમાં રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતી રહેશે તેને જોયા બાદ જ સરકાર સ્કુલ શરૂ કરવાનો નિર્ણય લેશે તેવું જણાવી રહી છે.


બીજી તરફ અમદાવાદમાં અનેક ખાનગી સ્કુલો અને વાલીઓ વચ્ચે હજુ સુધી ફી ને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ઘણી સ્કુલોએ ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે અત્યારે વાલીઓની હાલત હાલ સુડી વચ્ચે સોપારી જેવી થતી જોવા મળી રહી છે. એક તરફ ફી ની ચિંતા તો બીજી તરફ સંચાલકો દિવાળી બાદ સ્કુલ શરૂ કરવાની જીદ્દ. ત્યારે જોવાનું એ રહ્યું કે દિવાળી બાદ સરકાર કોના તરફી અને શું નિર્ણય લે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !