દિવાળી પહેલા તમામના ખાતામાં એરિયર્સની રકમ ચુકવાશે
એરિયર્સના 50% રકમ ચુકવાશે
નિવૃત કર્મચારીઓને પણ લાભ મળશે
464 કરોડના સરકારને બોજો પડશે
ગાંધીનગર. દિવાળી પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યના 9 લાખથી વધુ ને તા. 1/7/2019 થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓ માટે આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી 2020 થી દર મહિનાના પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા. 1/7/2019 થી તા. 31/12/2019 સુધી એમ કુલ 6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાની થતી હતી.
રાજ્ય સરકાર કર્મચારીઓને બોનસ પણ આપશે
રૂપાણી સરકારે વર્ગ 4 ના કર્મચારીઓને રૂ. 3500 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ 4 ના કુલ 30,960 કર્મચારીઓને લાભ મળશે.
ગુજરાતના નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, CM વિજય રૂપાણી સાથે બેઠક કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ અને પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
દિવાળી પહેલા 3 મહિનાનું મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચુકવી દેવાશે
આ લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ/ કર્મચારીઓ અને પેન્શનરોને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને કારણે રાજ્ય સરકાર પર કુલ 464 કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના કુલ 5,11,129 જેટલા કર્મચારીઓ તથા 4,50,509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.