SP યુવરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, હાલ તબિયત સ્થિર, અન્ય 4 SP હાલ હોમ ક્વોરંટાઇન
સ્ટેટ આઈબીમાં બહારથી આવનાર કોઇ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનો હુકમ કરવામાં આવ્યો
સ્ટેટ IB ચીફ અનુપમસિંગ ગહલૌતની મિટીંગ બાદ 5 SP સહિત કુલ 8 ઓફિસર કોરોના પોઝીટીવ
ગાંધીનગર. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ડૉક્ટરો બાદ હવે પોલીસ બેડામાં પણ કોરોનાએ મોટા પાયે પગ પેસારો કર્યો છે. રાજ્યની સ્ટેટ આઇબીના 5 SP અને 1 DySP સહિત કુલ 8 વરીષ્ઠ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા પોલીસ બેડા સહિત રાજ્ય સરકારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
સ્ટેટ આઇબીના 5 SP, 1 DySP, 5 PI કોરોના સંક્રમિત
રાજ્યની સ્ટેટ આઇબી વિભાગમાં હવે કોરોનાએ એન્ટ્રી કરી છે. સ્ટેટ આઇબીના 5 એસ.પી., 2 પી.આઇ. અને 1 ડિ.વાય.એસ.પી. ના અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. સ્ટેટ આઇબીના એક સાથે 8 અધિકારીઓ કોરોના સંક્રમિત આવવાના કારણે અન્ય 4 એસ.પી. રેન્કના અધિકારીઓ હોમ ક્વોરંટાઇન થયાની માહિતી મળી છે.
4 SP હોમ ક્વોરંટાઇન તો 1 SP SMVS હોસ્પિટલમાં ખસેડાયા
આઇબીના 5 એસ.પી. કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી પોલીસ ભવનમાં બેસતા એસ.પી. રેન્કના અધિકારી યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર ખાતેની SMVS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે હાલ તેમની તબિયત સ્થિર છે. તો અન્ય ચાર એસ.પી. રેન્કના અધિકારી હિમાંશુ સોલંકી, ભુજ આઇબીના એસ.પી. ભગિરથસિંહ જાડેજા, ભગિરથ ગઢવી અને સુરત આઇબીના એસ.પી. હુમેશ પટેલ કોરોના સંક્રમિત થયા છે અને તેમને હોમ ક્વોરંટાઇન કરવામાં આવ્યા છે.
સ્ટેટ IB ના વડા અનુપમસિંહ ગેહલોતે બોલાવેલી મીટીંગ બાદ આ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા
સ્ટેટ આઇબીના વડા આઇ.જી. અનુપમસિંહ ગહલૌત ગત સપ્તાહે સ્ટેટ આઇ.બી. ના અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગના 4 દિવસ બાદ એક જ સાથે 5 એસ.પી. રેન્કના અધિકારીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સ્ટેટ આઈબીની મીટીંગમાં જે કર્મચારીઓ 5 એસપી રેન્કના અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોય તેમને પણ હોમ ક્વોરંટાઇન કરવામાં આવ્યા છે. સ્ટેટ આઈબીમાં બહારથી આવનાર કોઇ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
- SP યુવરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, હાલ તબિયત સ્થિર, અન્ય 4 SP હાલ હોમ ક્વોરંટાઇન
- સ્ટેટ આઈબીમાં બહારથી આવનાર કોઇ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનો હુકમ કરવામાં આવ્યો
- સ્ટેટ IB ચીફ અનુપમસિંગ ગહલૌતની મિટીંગ બાદ 5 SP સહિત કુલ 8 ઓફિસર કોરોના પોઝીટીવ