150 રૂમની 5 સ્ટાર હોટલ બાંધવા માટે BOI ની લોનમાં રૂ.54 કરોડની ગેરરીતી મામલે બેંકલોન કાૈભાંડી ભટનાગર બંધુઓની પત્નીઓ સામે સીબીઆઇમાં ફરિયાદ
રૂ. 2,654 કરોડની બેંક લોન કાૈભાંડમાં સંડોવાયેલા અમિત ભટનાગર અને સુમિત ભટનાગર વડોદરાના વિજય માલ્યા તરીકે ઓળખાય છે
જાણીતી કોર્ટયાર્ડ બાય મેરીયોટના નામથી 5 સ્ટાર હોટેલ બનાવવા માટે રૂ. 63 કરોડની બેંક લોન લેવામાં આવી હતી.
બેંક લોનના પૈસા બીજે ડાઇવર્ટ કરવા મામલે રીચા ભટનાગર, મોના ભટનાગર, માધુરીલતા ભટનાગર સહિતના 9 આરોપીઓ સામે 10 સપ્ટેમ્બરના રોજ સીબીઆઇમાં ફરિયાદ કરાઇ
બેંક પાસેથી લોન લીધા બાદ પૈસા અન્યત્રે ઉપયોગમાં લેવાની પોલ બેંક દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં ખુલ્લી પડી હતી.
મેસર્સ મોકટેલ કન્ટ્રોલ એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લી. પાસે રૂ. 17.85 કરોડની વસુલાત મામલે જાહેર નોટીસ ફટકારવામાં આવી હતી. ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મર લી. કંપનીના કોર્પોરેટ ગેરંટર હતા.
અમિત ભટનાગર અને સુમિત ભટનાગરે અનેક નામચીન લોકો સાથે મળીને અસંખ્ય બેંકોને કરોડો રુપિયાનો ચુનો ચોપડ્યો
વડોદરા. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના અમિત ભટનાગર અને સુમિત ભટનાગર સામે રૂ. 2,654 કરોડની બેંક લોન કાૈભાંડ મામલે તપાસ ચાલી રહી છે. તેમની સાથે સંકળાયેલા મેસર્સ મેફેર લેઝર્સ લી. દ્વારા બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 150 રૂમની 5 સ્ટાર હોટેલ શરૂ કરવા માટે રૂ. 63 કરોડની લોન લેવામાં આવી હતી. તેમાંથી રૂ. 54.19 કરોડ રુપિયા અન્યત્રે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ વાતનો ખુલાસો બેંક દ્વારા કરવામાં આવેલી ફોરેન્સીક ઓડિટમાં બહાર આવ્યો હતો. સીબીઆઇ દ્વારા મોના ભટનાગર, રીચા ભટનાગર સહિત કુલ 9 લોકો સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી.
ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના સંચાલકો અનેક બેંકો પાસેથી લોન લીધા બાદ ડિફોલ્ટર થયા હતા. તેમના દ્વારા આચરવામાં આવેલા હજારો કરોડના બેંક લોન કાૈભાંડ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. મેસર્સ મેેફેર લીઝર્સ લી. દ્વારા બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 5 સ્ટાર હોટલ બનાવવા માટે કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી. 5 સ્ટાર હોટેલ જાણીતી લક્ઝુરીયલ હોટેલ ચેઇન ચલાવતી મેરીયોટ દ્વારા મેનેજ અને ઓપરેટ કરવામાં આવનારી હતી.
પરંતુ લોન લીધા બાદ તેના પૈસા બીજે ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. રૂ. 28.77 કરોડ. મેસર્સ નોર્થવે સ્પેસ લી.માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તે પૈસાને ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે નિયમથી વિપરીત હતા. લોન લીધા બાદ પૈસાની મોટાપાયે હેરફેર કરવાનો મામલો બેંક દ્વારા કરવામાં આવેલા ફાઇનાન્શિલ ઓડિટમાં બહાર આવ્યો હતો. જેને પગલે 10 સપ્ટેમ્બરના રોજ બેંક લોન કાૈભાંડી ભટનાગર બંધુઓની પત્ની સહિત 9 લોકો સામે વધુ એક સીબીઆઇ, ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, મેસર્સ મોકટેલ કન્ટ્રોલ એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લી.દ્વારા બેંક પાસેથી કરોડો રુપિયાની લોન લેવા મામલે ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મર લી. કોર્પોરેટ ગેરંટર તરીકેની ભુમિકા ભજવી હતી. તાજેતરમાં મેસર્સ મોકટેલ કન્ટ્રોલ એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લી. પાસે રૂ. 17.85 કરોડની વસુલાત મામલે જાહેર નોટીસ ફટકારવામાં આવી હતી.
સીબીઆઇ ફરિયાદ મુજબ આરોપીઓના નામ
1 - મેસર્સ મેફેર લિઝર્સ લીમીટેડ
2 - રાજેશ નિમકર
3 - માધુરિલતા સુરેશ ભટનાગર
4 - મોના એ. ભટનાગર
5 - રિચા એ. ભટનાગર
6 - નમો નારાયણ ભટનાગર
7 - સંગ્રામ જ્યોતિરાજ બારોટ
8 - નોર્થવે સ્પોસીસ લી.
9 - અજાણ્યા પબ્લીક સર્વન્ટ અને લોકો

સીબીઆઇ ફરિયાદ મુજબ આરોપીઓના નામ1 - મેસર્સ મેફેર લિઝર્સ લીમીટેડ2 - રાજેશ નિમકર3 - માધુરિલતા સુરેશ ભટનાગર4 - મોના એ. ભટનાગર5 - રિચા એ. ભટનાગર6 - નમો નારાયણ ભટનાગર7 - સંગ્રામ જ્યોતિરાજ બારોટ 8 - નોર્થવે સ્પોસીસ લી.9 - અજાણ્યા પબ્લીક સર્વન્ટ અને લોકો