• દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ થી લઇને એમ.પી, તથા રાજકીય પાર્ટીની વગદાર વ્યક્તિઓ અને ગણતરીના શહેરોના મેયર અને ડેપ્યુટીમેયરને સર્વેલન્સમાં મુકાયા
  • ચાયનીઝ સરકાર દ્વારા હાઇબ્રીડ વોરફેર અંતર્ગત દેશના વગદાર લોકો પર હાઇટેક ટેકનોલોજી અને સોફ્ટવેરના માધ્યમથી તેમની ગતીવીધી પર નજર રાખાવામાં આવતી હતી.
  • ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ચાયનીઝ સરકારની મદદથી ઇન્ટેલીજન્સ સર્વેલન્સ હેઠળ નિગરાની રાખવામાં આવતી હોવાની વાતનો ઘટસ્ફોટ કર્યો
  • સાયબર સર્વેલન્સ દેશની સુરક્ષા સામે સાૈથી ગંભીર બાબત – સાયબર એક્સપર્ટ
courtesy – The India Express News Paper

#WatchGujarat , વડોદરા. 14 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યુઝ પેપર દ્વારા ચાયના સ્પોન્સર્ડ કંપની દ્વારા તાજેતરના પ્રધાનમંત્રી સહિત 5 પુર્વ પ્રધાનમંત્રી, 350 સાંસદ, 10 હજાર વગદાર વ્યક્તિઓ અને દેશના અલગ અલગ ખુણાઓમાં આવેલા 70 શહેરોના મેયર-ડેપ્યુટી મેયર પર સર્વેલન્સ રાખવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. મેયર-ડેપ્યુટી મેયરની યાદીમાં ગુજરાતમાંથી વડોદરા અને જુનાગઢ નો સમાવેશ થાય છે. વડોદરાના મેયર-ડેપ્યુટી મેયર પર જાસુસી કેટલા સમયથી કરવામાં આવતી હતી, કેવી રીતે અને કયા પ્રકારના ડેટા ભેગા કરવામાં આવ્યા છે, તે સરકારી સંસ્થાઓ માટે તપાસનો વિષય છે.

ભારત અને ચાઇના વચ્ચે કાશ્મીરની સીમા પર ખુબ જ તણાવ ભર્યો માહોલ છે. બંન્ને દેશોએ પોત-પોતાની બોર્ડર પર આર્મી અને આર્ટીલરીનો ખડકલો કરી દીધો છે અને બીજી બાજુ બંન્ને દેશો દ્વારા મામલાનું સમાધાન લાવવા માટે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી રહ્યા છે. દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસ ન્યુઝ પેપર દ્વારા ચાઇનીઝ સરકાર સ્પોન્સર્ડ કંપની થકી દેશના પ્રધાનમંત્રી સહિત 5 પુર્વ પ્રધાનમંત્રી, 350 સાંસદ, 10 હજાર વગદાર વ્યક્તિઓ અને દેશના અલગ અલગ ખુણાઓમાં આવેલા 70 શહેરોના મેયર-ડેપ્યુટી મેયર સહિતના લોકો પર સાયબર સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. 70 શહેરમાં હરિયાણા, બરહાનપુર, જોધપુર, આગ્રા, ગુવાહાટી, સહિત ગુજરાતના વડોદરા અને જુનાગઢનો સમાવેશ થયો હતો.

તસ્વીર: વડોદરાના મેયર- ડો.જીગીશાબેન શેઠ, જુનાગઢ મેયર- ધીરુભાઇ ગોહેલ

રિપોર્ટ મુજબ ચાયનીઝ કંપની દ્વારા છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ભારતના મહત્વપુર્ણ વ્યક્તિઓનું બિગ ડેટા, ડેટા ઇન્ટેલીજન્સ, ડેટા માઇનીંગ, જેવી અત્યાધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેરના માધ્યમથી દેખરેખ રાખવામાં આવતી હતી. કંપનીના ક્લાયન્ટ લિસ્ટમાં ચાયનીઝ સરકાર સહિતના મહત્વના વિભાગો હતો.

હાલ વડોદરાના મેયર-ડો. જીગીશાબેન શેઠ અને ડેપ્યુટી મેયર- જીવરાજ ચાૈહાણ છે. જ્યારે જુનાગઢના મેયર- ધીરૂભાઇ નારણભાઇ ગોહેલ અને ડેપ્યુટી મેયર- હિમાંશુભાઇ પંડ્યા છે. આ સંદર્ભે વડોદરાના મેયર સાથે વાત કરવા માટે ત્રણ વખત ટેલીફોનિક અને એક વખત એસએમએસથી સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છત્તા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

મહત્વના વ્યક્તિઓ કોને મળી રહ્યા છે, શું કરે છે, સહિતની વિગતો બીજા પાસે હોવી દેશ માટે ખુબ જ ખાતક નિવડી શકે

સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગથી દુનિયાના એક ખુણે બેસીને બીજા ખુણે બેસેલી વ્યક્તિ પર દેખરેખ રાખવી શક્ય છે. ચાયનીઝ કંપની દ્વારા વડોદરા અને જુનાગઢ સહિતના અન્ય રાજ્યોના મેયર પર સર્વેલન્સ રાખવામાં આવી હોવાના રિપોર્ટ પ્રકાશિત થયો હતો. ટેકનોલોજીના માધ્યમથી વ્યક્તિની પસંગદી, નાપસંદગી, તેનું લોકેશન ડિજીટલ રેકોર્ડ સહિતની તમામ માહિતી એકઠી કરી શકાય છે. આ પ્રકારની ગતિવીધીનું ટ્રેસીંગ દેશ માટે ખુબ જ ધાતક નિવડી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud