• ઇમરાનની અમદાવાદના નારોલ સર્કલ પાસેથી ધરપકડ કરી
  • ઇમરાન તેની માતાની ચરસની હેરાફેરી કરતા 2014 માં ધકપકડ કરી હતી.
  • ઇમરાનના માતા અને નાના પણ ચરસનો ધંધો કરતા હતા.

અમદાવાદ: ગુજરાત ATS છેલ્લા ઘણા સમયથી MD ડ્રગ્સ અને ચરસની હેરફેર કરતા શખ્શો સામે કાર્યવાહી કરી રહી છે. જેમાં એક પછી એક મોટી સફળતા મેળવતા જાય છે. ત્યારે ગુજરાત ATS ની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS અને બનાસકાંઠા SOG પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મોટ પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરતી પકડી પાડ્યો છે. જેની અંદાજીત 1 કરોડથી ઉપરની કિંમત આંકવામાં આવે છે અને તેમાં 2 લોકોને પકડી પાડ્યા હતા.

ગુજરાત ATS ના જણાવ્યા પ્રમાણે ચરસની હેરફેરમાં મુક્ય આરોપી એવા ઇમરાનની નારોલ સર્કલ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ATS ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મુખ્ય આરોપી એવા ઇમરાન અને મુંબઈમાં વોન્ટેડ આરોપી નીતિન ભેગા મળીને ચરસનો મુંબઇમાં ધંધો કરતા હતા. ATS ની તપાસમાં સામે આવ્યું છે કે, ઇમરાન મૂળ અમદાવાદનો છે. પરંતુ જયારે ઇમરાન નાની વયનો હતો ત્યારે જ માતા તેને લઈ મુંબઈ જતી રહી હતી અને પુરો પરિવાર મુંબઇમાં જ વસી ગયો હતો.

ઇમરાનની માતા અને નાના પણ ચરસની હેરફેર કરતા હતા

ગુજરાત ATS ની પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે મુખ્ય આરોપી ઇમરાનની માતા અને તેના નાના પણ ચરસનો વેપાર કરતા હતા. તમને જણાવી દઇએ કે મુંબઇમાં ચરસની હેરફેર કરવાના કેસમાં વર્ષ 2014 માં ઇમરાન અને તેની માતાની ધરપકડ થઇ ચુકી હતી.

ઇમરાન 2014 માં જેલમાં હતો ત્યારે તેની મુલાકાત નીતિન સાથે થઇ હતી

ઇમરાન જ્યારે જેલમાં હતો ત્યારે જેલમાં તેની મુલાકાત નીતિન સાથે થઇ હતી અને બંને જેલમાં ગાઢ મિત્રો બની ગયા હતા. તમને જણાવી દઇએ કે નીતિન પણ ડ્રગ્સની હેરફેર કરવાના કેસમાં જેલ ભેગો થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !