વહેલી સવારે માછીમાર ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો
BSF-108 બટાલિયન પેટ્રોલિંગમાં હતી
WatchGujarat. કોટેશ્વર નજીકનાં સિરક્રિક પાસેથી પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ ભારતીય સીમામાંથી ઝડપી લીધો છે. વહેલી સવારે માછીમાર ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો હતો. જેને પગલે સુરક્ષા દળો દ્વારા તેની બોટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વહેલી સવારે બીએસએફ-108 બટાલિયન પેટ્રોલિંગમાં હતી. ત્યારે સિરક્રિક વિસ્તારમાંથી 35 વર્ષનાં ખાલિદ હુસેન નામના પાકિસ્તાની માછીમારને ઝડપી લીધો છે. ખાલિદ ખરાબ હવામાનનો લાભ લઇ ભારતીય સીમામાં ઘુસ્યો હતો. પણ બીએસએફની ટુકડીએ તેને ઝડપી લીધો છે.
બીએસએફ દ્વારા ખાલિદ પાસેથી એક મોબાઇલ ફોન, એક બોટ, 20 લિટર ડિઝલ ભરેલો કેરબો, માછલી પકડવાની ઝાળ, 8 બંડલ પ્લાસ્ટિકનાં દોરા સહિતનો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. સાથે જ બોટમાં અન્ય કોઇ વ્યક્તિ તેની સાથે હતો કે કેમ ? તેની તપાસ કરવામાં આવી રહી છે. અને આ પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, માછીમારો વધારે માછલીની લાલચે ઘણી વખત બોર્ડર પાર કરી લેતા હોય છે. જો કે ભારતીય સેનાની ચોક્કસીના કારણે આ લોકો ઝડપાઇ જતા હોય છે.
More #Kutch #Sir Creek #Border #Pakistani fisherman #Caught by #BSF #WatchGujarat