• માતર વિધાનસભાના ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી
  • IPS દિવ્ય મિશ્રા ખેડા જિલ્લા SP છે.
  • સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન મૂજબ માસ્ક પહેરવુ ફરજીયાત છે.
  • માસ્ક ન પહેરનારને પોલીસ દ્વારા રૂ. 1000નો દંડ કરવામાં આવે છે.

BJP MLA કેસરીસિંહ સોલંકીએ માસ્ક દંડના ટાર્ગેટ બાબતે શુ કહ્યું, જુઓ VIDEO

WatchGujarat. કોરોના સામે સમગ્ર વિશ્વ છેલ્લા 9 મહિનાથી લડી રહ્યું છે. કોરોનાની વેક્સીન ન મળે ત્યાં સુધી માસ્ક એજ સુરક્ષાનો ઉપાય છે. કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા જરૂરી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં ઘરેથી બહાર નિકળતા સમયે માસ્ક પહેરવુ ફરજીયાત છે. જો માસ્ક નહીં પહેર્યું હોય તો પોલીસ રૂ. 1000નો દંડ વસુલશે એ નક્કી છે. માસ્ક નહીં પહેરનાર પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી પોલીસ દ્વારા ચુસ્તપણે કરવામાં આવે છે. જે આપણે જોયુ હશે, ત્યારે પોલીસની આ કાર્યવાહી સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે કે, પોલીસને માસ્કનો દંડ ઉઘરાવવા માટે ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેવુ માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનુ કહેવુ છે. માસ્ક દંડ ટાર્ગેટ બાબતે પોલીસ સામે સીધા આક્ષેપો કરતો તેમનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. #MLA

કોરોના કાળમાં માસ્ક પહેરીને જ પોતાને અને અન્ય લોકો સલમાત રાહી શકે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યું છે. જોકે માસ્ક ન પહેરનારને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવે તેનો ખુબ ઓછા લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે.કારણ કે જાન હૈ તો જહાન હૈ… પરંતુ ટાર્ગેટ પુરો કરવા માટે પોલીસ ખોટી રીતે હેરાન કરે તે પણ યોગ્ય નથી. કેસરીસિંહના વાઇરલ વિડિઓમાં તેઓ જણાવી રહ્યાં છે કે, કોરોનાને પગલે તેમના પગારના 30 ટકા સરકામાં જમા થયા છે. જો પોલીસને ટાર્ગેટ પુરો કરવામાં રૂપિયા ખુટતા હોય તો તેઓ પગારના બાકી નાણા રૂ. 70 હજાર પોલીસને આપી દેવા માટે તૈયાર છે. #MLA

વાઇરલ વિડિઓમાં કેસરીસિંહ એમ પણ જણાવે છે કે, આગામી દિવસોમાં તાલુકા પંચાયતની ચુંટણી આવે છે, સરકારમાં પોતાની વાહ વાહી કરાવવામાં શું અમારે હારી જવાનુ છે. ગ્રામ્ય લેવલ ધારાસભ્યોની શુ પરિસ્થિતિ હોય છે તે તેમની નડિયાદ ઓફીસમાં બેસીને ના ખબર પડે. કેસરીસિંહના વાઇરલ વિડિઓમાં તેઓએ જણાવેલી વાત છેલ્લા ઘણા સમયથી લોક ચર્ચાનો વિષય બની છે. તેવામાં સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્યનો ખેડા SP દિવ્ય મિશ્રા સામેનો ગંભીર આક્ષેપો કરતો વિડિઓ વાઇરલ થતાં વિવાદનો મધપુડો છંછેડ્યો છે. #MLA

More #BJP #MLA #Matar #Kesarisinh solanki #oppose #Mask #Penalty target #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud