WatchGujarat. તાજેતરમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય તથા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદથી રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ હતી. દરમિયાન લગ્નપ્રસંગમાં જાહેરમાં મહેમાનોની હાજરીમાં હવામાં ગોળીઓ છોડતો વિડીયો વાઇરલ થયો હતો. જેને કારણે તંત્રની આચારસંહિતાના સઘન અમલીકરણમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. જો કે વિડીયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી.
https://youtu.be/Uk6-sebUlXI
ગતરોજ લગ્ન પ્રસંગના વરઘોડા જાનૈયાઓની હાજરીમાં ઉત્સાહમાં આવી ગયેલા એક શખ્સ હવામાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયો અંગે ચાલતી ચર્ચાઓ મુજબ વીડિયો ગીર ગઢડા અથવા કોડીનાર તાલુકાના હોવાની શક્યતા છે. ફાયરિંગ કરનાર શખ્સ રાજકોટનો હોવાનું મનાઈ રહ્યું છે
કોરોનાના અનલોકમાં લગ્ન પ્રસંગો સરકારે જાહેર કરેલા નિયમોનુસાર સિમિત લોકોની હાજરીમાં યોજવાની મંજૂરી અપાઈ રહી છે. આવા પ્રસંગોમાં નિયમનોના ભંગ થતા હોવાની ચર્ચાઓ વારંવાર થાય છે. દરમિયાન ગતરોજ ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયામાં એક લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો વીડિયો વાઇરલ થયો હતો. વાઇરલ થયેલ વીડિયોમાં જોવા મળતું મુજબ એક લગ્ન પ્રસંગના નીકળેલા વરઘોડામાં ડીજેના તાલ સાથે ઉત્સાહમાં આવી ગયેલો એક શખ્સ પોતાની પિસ્તોલ થકી હવામાં ફાયરિંગ કરતો દેખાય છે. જો કે વિડીયો વાઇરલ થતાની સાથે પોલીસ એક્શનમાં આવી હતી.અને વાઇરલ વિડીયોના આધારે વધુ તાપસ હાથ ધરી હતી.
આ પ્રકારના વિડીયો વાઇરલ થવાને કારણે સમાજમાં ખોટો સંદેશો જાય છે. પ્રસંગોમાં સેંકડો લોકોની હાજરીમાં સંયમ સાથે વ્યવહાર કરવો જરૂરી છે.