• આદિવાસીઓમાં દિવાળી કરતા પણ હોળીના પર્વ નું વિશેષ મહત્વ
  • કેટલાક વિસ્તારોમાં મહિનાઓ સુધી ચાલતો હોળી ઉત્સવ, ઘરૈયા અને ચુલનો મેળો (ધગધગતા અંગારા ) પર ચાલવાનું મુખ્ય આકર્ષણ

WatchGujarat નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU ના લોકાર્પણ બાદ સ્થાનિકોને રોજગારીને લઈને સ્થાનિક આદીવાસીઓ અવાર નવાર વિરોધ કરતા રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો એનો પણ સ્થાનિક આદીવાસીઓ વિરોધ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયક રદ્ કરો એવી માંગ સાથે વિરોધ દરમિયાન સ્થાનિક આદિવાસીઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા કરતા હોય છે.

SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓએ હોળ ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયકની કોપીનું હોળીમાં દહન કરી વિરોધ કર્યો હતો. હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે, હોળીની આદિવાસીઓ આસ્થા સાથે પૂજા અર્ચના કરી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડિયા ગામના આદિવાસીઓએ આસ્થા સાથે હોળીની પૂજા પણ કરી હતી અને સાથે સાથે હક માટે સરકાર વિરુદ્ધ દેખાવો પણ કર્યો હતો.

કેવડીયા ગામમાં હોળી તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ગામના આદિવાસીઓ ભેગા થઈ હોળી પ્રગટાવી હતી. એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયકની કોપીને સળગાવી આસ્થાની સાથે સાથે સરકારનો વિરોધ કર્યો હતો. કેવડિયા ગામના આદિવાસીઓનું કેહવું છે કે, સરકારે આદિવાસીઓના સંવિધાનીક અધિકાર ખતમ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયક આદિવાસીઓ પર જબરજસ્તી ઠોકી બેસાડ્યો છે. એના વિરોધ માટે અમે એ કાયદાની કોપીને હોળી માં સળગાવી વિરોધ કર્યો છે.

આદિવાસીઓમાં હોળીનું મહત્વ દિવાળી કરતા પણ વિશેષ છે. હોલીમાં દેવું કરીને પણ તેઓ રંગેચંગે ઉત્સવ ઉજવે છે. કેટલાક આદિવાસી વિસ્તારોમાં આજે પણ પરંપરાગત હોળીની ઉજવણી 1 મહિના સુધી ચાલે છે. જેમાં ઘેરૈયા નૃત્ય અને ચુલ નો મેળો વિશેષ છે. હોળી ની આગમાં ધગધગતા અંગારા પર ચાલી આદિવાસીઓ પોતાની બાધા આખડી પુરી કરે છે. આ ચુલ નો મેળો ભરૂચ તાલુકાના દશાન ગામે અને નર્મદા જિલ્લાના આમદલા ગામે પ્રતિ વર્ષ વર્ષો થી ઉજવવામાં આવે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud