Watchgujarat. ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં ગુજરાત ATS  અને UP ATS એ સંયુક્ત રીતે ગુજરાતમાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં ગતરોજ વડોદરા નજીકથી સલાઉદ્દીન શેખ નામના એક શખસની ધરપકડ કરી તેને અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. ઘટનાના બીજા દિવસે સલાઉદ્દીનને તેના વડોદરાના ફતેગંજ સ્થિત નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં એટીએસ દ્વારા તેના ઘરમાં તપાસ કરવામાં આવી હતી. સલાઉદ્દીન શેખ પર ઉત્તરપ્રદેશમાં ચાલતા ધર્માંતરણ કેસમાં ફન્ડિંગ કરવાનો આરોપ છે. આ સમગ્ર મામલે વધુ તપાસ બાદ અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

સલાઉદ્દીન શેખ કોણ છે?

સલાઉદ્દીન શેખ વડોદરા જિલ્લામાં ફેકટરી ધરાવે છે અને તેનું વડોદરામાં ટ્રસ્ટ પણ આવેલું છે. ધર્માંતરણ કાંડના મુખ્ય સૂત્રધાર ઉમર ગૌતમની દિલ્હીમાં આવેલી દાવાહ નામની સંસ્થાના હિસાબોની ચકાસણી કરાતા તેમાં સલાઉદ્દીનની સંડોવણી બહાર આવી હતી. અને તે આ સંસ્થાને ફંડ પૂરુ પાડતો હોવાનું જણાતા યુપી એટીએસ દ્વારા ગુજરાત એટીએસનો સંપર્ક કરાયો હતો. જેથી તેને વડોદરા હાઇવે પરથી પકડી લઇ સલાઉદ્દીનને મદદ કરનારા અન્ય શખ્સોની પણ શોધખોળ શરૂ કરાઇ હતી.

સલાઉદ્દીન શેખે ત્રણ વખત હવાલા મારફતે લાખો રૂપિયા મોકલ્યા

પ્રાથમિક વિગતો પ્રમાણે, ગુજરાત ATS એ પકડેલા સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિ પર ઉત્તર પ્રદેશમાં દાખલ થયેલા ધર્માંતરણ કેસમાં 10 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું હતું. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે લાખો રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ આરોપી ગુજરાતના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. જેમાં 2 NGOમાં વિદેશી ફન્ડિંગ મળતું હતું.

સલાઉદ્દીન પાસેથી એક એપલ કંપનીનું આઇપેડ અને મોબાઇલ ફોન રીકવર

સલાઉદ્દીની ધરપકડ બાદ એટીએસના ચુનીંદા અધિકારીઓ તેને લઇને ગુરૂવારે વડોદરા આવી પહોંચ્યા હતા. ફતેગંજ કલ્યાણ હોટલની પાછળ સલાઉદ્દીન જ્યાં રહેતો હતો ત્યાં સ્થળની બાકીરાઇ પુર્વક એટીએસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. સલાઉદ્દીનની ધરપકડ વેળાએ તેની પાસેથખી એક એપલ કંપનીનું આઇપેડ અને મોબાઇલ ફોન રીકવર કરવામાં આવ્યો હતો.

આરોપીઓ મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા

આ સમગ્ર ઘટનાની ક્રમમાં ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો. આ લોકો પર રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો ગંભીર આરોપ છે. તેઓ મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. જેમાં ઉમર ગૌતમ પહેલા હિન્દુ હતો, પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે.

UP ATSએ અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી

મૌલાના ઉમર ગૌતમ આસામની મરકઝ-ઉલ-મારિફ નામની સંસ્થાની સાથે કામ કરતો અને આ સંગઠન બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકો માટે કામ કરે છે. આસામમાં તેને આતંકી સંગઠન ગણાવીને 2010માં તેના વિરુદ્ધ દિસપુસમાં ફેરા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન લઈને હવે રોજબરોજ નવા નવા ખુલાસોઓ સામે આવી રહ્યાં છે. યુપી અને બીજા રાજ્યોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તનના મામલાઓમાં વિદેશી ફંડિગની સાથે વિદેશી માસ્ટરમાઈન્ડનું કનેક્શન સામે આવી રહ્યું છે. હિંદુઓના ધર્મપરિવર્તનના મામલે UP ATSએ અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી ચુકી છે.

21 જૂને મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમ પકડાયા

​​​​​​​ATSએ લખનઉથી 21 જૂનના રોજ મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમને પક્ડ્યા હતા. એ બાદ સોમવારે મહારાષ્ટ્રના ઈરફાન શેખ, હરિયાણાના મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને નવી દિલ્હીથી રાહુલ ભોલાની ધરપકડ પણ કરી છે. તો આ પહેલાં લખનઉથી પકડાયેલા ઉમર ગૌતમના તાર કતરના સૌથી મોટા ધર્મપરિવર્તન કરાવનાર ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનો સહયોગી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud