• 8 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ સેન્ટરના ICU માં આગ લાગી હતી
  • આગની ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
  • ઘટનાની રાત્રે જ WatchGujarat.Com દ્વારા Investigate કરતા ICU વોર્ડમાં ધમણ વેન્ટીલેટરમાં જ આગ લાગી હોવાના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા


WatchGujarat. મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં (SSGH) ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે અચાનક ICU વોર્ડમાં આગ લાગી હતી. આગના પગલે સયાજી હોસ્પિટલના ડેડિકેટેડ કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને સ્ટાફમાં ભારે નાસભાગ મચી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આગની ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરાવવામાં આવી હતી. જોકે ઘટનાની રાત્રે જ WatchGujarat.Com દ્વારા Investigate કરતા ICU વોર્ડમાં ધમણ વેન્ટીલેટરમાં જ આગ લાગી હોવાના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતા. ઘટનાના 106 દિવસ બાદ આખરે WatchGujarat ના સમાચાર પર સરકારી મોહર લાગી છે.

સળગી ગયેલુ ધમણ વેન્ટીલેટર

SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીને 30 દિવસના સમયગાળામાં આગ લાગવા પાછળના કારણોનો અભ્યાસ કરી રીપોર્ટ જમા કરાવવાનું સુચન કર્યું હતું. જો કે કમિટીનો રિપોર્ટ 106 બાદ તૈયાર કરાયો હતો. કમિટી દ્વારા જમા કરાવવામાં આવેલા રિપોર્ટમાં 8 સપ્ટેમ્બરના રોજ ICU માં આગ લાગવાનું કારણ ધમણ વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાનું બહાર આવ્યું હતું.

જો કે કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને આગામી ત્રણ દિવસમાં જિલ્લા કલેક્ટરના સુપરત કરવામાં આવશે. watchgujarat.com દ્વારા ઘટનાની ગણતરીના કલાકોમાં ધમણ વેન્ટીલેટરમાં આગ લાગ્યાની રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વડોદરા ગોત્રી મેડીકલ કોલેજના નોડલ ઓફિસર શિતલ મિસ્ત્રી દ્વારા પણ ધમણ વેન્ટીલેટરમાં લાગેલી આગ લાગવાના અહેવાલને સમર્થન આપવામાં આવ્યું હતું.

કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં FSL ની મદદ લેવામાં આવી હતી. FSLની તપાસમાં વાત બહાર આવી હતી કે, SSG હોસ્પિટલના ધમણ વેન્ટીલેટરમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે, SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગવાને કારણે દર્દીઓને ડોક્ટરો તથા અન્ય સ્ટાફે જીવના જોખમે  સલામત સ્થળે ખસેડ્યા હતા. વડોદરા પહેલા અમદાવાદની ખાનગી શ્રેય હોસ્પિટલના કોરોના વોર્ડમાં આગની ઘટના સામે આવી હતી. અમદાવાદની ઘટનામાં આગ લાગવાને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સદ્ભાગ્યે વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં કોઇ પણ જાનહાની થઇ ન હતી.

વડોદરા બાદ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. જેમાં ત્રણ જેટલા લોકો યોગ્ય ઇમરજન્સી સંબંધિ સુવિધાના અભાવે મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં હોસ્પિટલમાં લાગતી આગની ઘટનાની નોંઘ હાઇકોર્ટે લીધી હતી. હાલ વડોદરામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટીના પ્રતિનીધીઓ મુલાકાત લઇ રહ્યા છે. અને ક્ષતી જણાય ત્યાં નોટીસ આપવામાં આવી રહી છે. ત્રણ શહેરોમાં હોસ્પિટલમાં લાગેલી આગ અકસ્માતની ઘટનામાં સૌથી વધુ ઝડપી કાર્યવાહી રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સામે આવી હતી. ગણતરીના કલાકોમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંઘી કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, વડોદરા અને અમદાવાદમાં લાગેલી આગમાં કોઇ સામે કાર્યવાહી થઇ નથી.

ધમણ વેન્ટીલેટર રાજકોટની જ્યોતિ સી. એન. સી કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. ધમણ વેન્ટીલેટર તેની કાર્યક્ષમતાને લઇને શરૂઆતથી વિવાદમાં રહ્યું છે. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં આગની ઘટના બાદ ધમણ વેન્ટીલેટર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

શું છે FSL નો રિપોર્ટ

સયાજી હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં અમારે પાસે ધમણ વેન્ટીલેટર સહીત ત્રણ સેમ્પલ તપાસ અર્થે આવ્યાં હતા. જેમાં ધમણ વેન્ટીલેટર આખુ બળી ગયુ હતુ. અંદર વાઇરીંગ પણ આખું બળી ગયુ હતુ. એટલે રિપોર્ટમાં શોર્ટ સર્કીટનો અભિપ્રાય આપવામાં આવ્યાં છે. જે એવીડન્સ મળવા જોઇએ અમને એ બધા એવીડન્સ વેન્ટીલેટરમાં બળી ગયા છે. એટલે શોર્ટ સર્કીટ છે કે કેમ તે કહેવુ મુશ્કેલ થઇ જાય છે. અને બીજા ફ્લેમેબલ અંગેના જે સેમ્પલ મોકલવામાં આવ્યાં હતા, તેમાં જ્વલનશીલ કશુ જોવા મળ્યું નથી. વેન્ટીલેટરના જે ત્રણ પાર્ટસ તપાસ માટે અમારા પાસે આવ્યાં એ વધારે સળગી ગયેલા હતા.
(ડી. બી પટેલ ડેપ્યુટી ડાયરેકટર એફએસએલ સુરત અને ઇન્ચાર્જ વડોદરા)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud