વડોદરાથી વાપી સુધીની 237 KM ની મુખ્ય લાઇન તથા 4 સ્ટેશનોનું નિર્માણ
ભરૂચ, સુરત, વાપી, બિલ્લીમોરા સ્ટેશન સહિત 24 બ્રિજ અને 30 ફ્લાયઓવર માટે બીડ મંગાવાઈ
ગુજરાતમાંથી પસાર થતા હાઈ સ્પીડ રેલ પ્રોજેકટમાં 83 ટકા જમીન સંપાદન પૂર્ણ
વિક્કી જોષી (ભરૂચ). દેશનું સૌથી મોટું ₹20,000 કરોડનું બુલેટ ટ્રેન નું ટેન્ડર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુધવારે વડોદરાથી વાપી સુધી 237 કિમીની મેઈન લાઇન, ભરૂચ,સુરત, બિલ્લીમોરા અને વાપી સ્ટેશન સહિત 24 નદી પરના બ્રિજ અને 30 ફ્લાયઓવર બનાવવા જારી કરાયું છે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 47 % મુખ્ય લાઇન અને 4 સ્ટેશનના નિર્માણ માટેનું દેશનું સૌથી મોટું ₹20,000 કરોડનું ટેન્ડર બહાર પાડી બીડ મગાવી છે. આ ટેન્ડર હેઠળ બુલેટ ટ્રેનના 508 કિમીની મુખ્ય લાઈનમાં 237 કિમી એટલે કે 47% ગુજરાતમાંથી પસાર થતી વડોદરાથી વાપી સુધીની કામગીરીને આવરી લેવાઈ છે.
ટેન્ડરમાં ભરૂચ, સુરત, બિલ્લીમોરા અને વાપી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવા પણ બીડ મંગાવાઈ છે. સાથે જ 237 કીમીની કામગીરીમાં ટેન્ડર ધારકે નર્મદા, તાપી સહિતની 24 નદીઓ પર બ્રિજ બનાવવાના પણ રહેશે અને 30 રોડ ઓવરબ્રિજનું પણ નિર્માણ કરીને આપવું પડશે. NHSRCL ના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 83 % જમીન સંપાદનની કામગીરી પૂરી થઈ ચૂકી છે.
મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે 237 કિલોમીટરની મુખ્ય લાઇનની ડિઝાઇન અને નિર્માણ માટે તકનીકી બિડ બુધવારે ખોલવામાં આવી હતી. આ ટેન્ડર ગુજરાત રાજ્યના વાપી અને વડોદરા વચ્ચેના 237 કિ.મી.ની કુલ ગોઠવણીના લગભગ 47% આવરી લે છે. જેમાં વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ 4 સ્ટેશન, 24 નદી અને 30 રસ્તા ક્રોસિંગ શામેલ છે.
3 મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ બોલીમાં ભાગ લીધો
7 મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કંપનીઓ સાથે જોડાયેલા કુલ 3 બિડરોએ સ્પર્ધાત્મક બોલીમાં ભાગ લીધો છે. જેમાં 1. આફકન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ - આઈઆરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ - જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ - કન્સોર્ટિયમ, 2: લાર્સન એન્ડ ટુબ્રો લિ. અને 3. એનસીસી લિમિટેડ - ટાટા પ્રોજેક્ટ લિમિટેડ- જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિ. - એચએસઆર કન્સોર્ટિયમનોં સમાવેશ થાય છે.
90,000 રોજગારી સર્જાશે
એકલા એમએચએસઆર પ્રોજેક્ટ નિર્માણ દરમિયાન 90,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી થશે. આ પ્રોજેક્ટ સાથે માત્ર રોજગાર બજાર જ નહીં પરંતુ ઉત્પાદન અને ઉત્પાદન બજારને પણ અપેક્ષા છે.
97.4 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને સિમેન્ટ અંદાજે વપરાશે
NHSRCL ના એક અંદાજ મુજબ લગભગ 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ, અને 1.4 લાખ મેટ્રિક સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવશે. તે તમામ ભારતમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત, મોટી બાંધકામ મશીનરીનું બજાર છે પણ જે પ્રોજેક્ટ દ્વારા મોટો હિસ્સો મેળવશે.
ક્યાં સ્ટેશન પાછળ કેટલો ખર્ચ
સ્ટેશન. ચો. મીટર. ખર્ચ(કરોડમાં)
અમદાવાદ 7,27,173 2209.65
ખેડા. 43,562 37.51
વડોદરા. 96,584 618.36
ભરૂચ. 75,743 65.50
સુરત. 57,596 216.98
વલસાડ. 75,803 58
પાલઘર. 99,017 101
થાણે. 4,05703 873
મુંબઈ. 33, 962 ----------