• આંઠ વર્ષ અગાઉ યુવતિએ છાણી ટીપી-13માં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
  •  લગ્નના થોડા સમય બાદ પુત્રનો જન્મ થયો અને પતિ સહીત સાસરીયાઓના વર્તનમાં બદલાવ આવી ગયો
  • દારૂ પીવાની ટેવ ધરાવતા પતિ સહીત સાસરીયાઓએ પરિણીતાને પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મુકી

Vadodara :દાળ પાતળી બનતા દારૂડીયા પતિએ પત્નીના માથામાં છુટ્ટી થાળી મારી, પરિણીતાને સાસુ-સસારાએ કહ્યું “મારા દિકરાને દારૂ પીવા બાબતે તારે કશું કેહવાનુ નહીં”

 

WatchGujarat  પ્રેમ લગ્ન કરી પતિ અને સાસરીયાઓ સાથે સુખી સંસારની આશા લઇને જીવન વિતાવી રહેલી પરિણીતાને ક્યાં ખબર હતી કે તેનો પતિ અને સાસરીયાઓ લગ્નના આટલા વર્ષે આવુ પણ કરશે. લગ્નના થોડા સમય સુધી સુખી દાંપત્ય જીવન જીવી રહેલી પરિણીતા ઉપર દારૂડીયા પતિ અને સાસરીયાઓએ ત્રાસ ગુજારવાનુ શરૂ કરી પહેરેલા કપડે તેણીને ધરમાંથી કાઢી મુકી હતી. અઢી માસથી પિયરમાં રહેતી પરિણીતાએ પતિ સહીત સાસરીયાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. #Vadodara

આ બનાવની વિગત એવી છે કે, વર્ષ 2012માં યુવતિએ છાણી ટીપી-13માં રહેતા તેના પ્રેમી સાથે પરિવારની મરજી વિરૂધ જઇ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પરિણીતા તેના પતિ અને સાસુ સસરા સાથે રહેવા લાગી હતી. દાંપત્ય જીવનમાં પરિણીતાએ એક બાળકને જન્મ આપ્યો હતો. પરિણીતા ગેંડા સર્કલથી સ્થિત ખાનગી ઓફીસમાં નોકરી કરતી હતી. જેથી કોઇ વાર ઘરે આવવામાં મોડુ થતાં પતિ સહીત સાસુ-સસરાએ મેણા ટોણા મારવાનુ શરૂ કર્યું હતુ. #Vadodara

અવાર નવાર નાની નાની બાબતે પરિણીતાને પતિ સહીત સાસરીયઓ ત્રાસ આપતા છતાં તે સહન કર્યા કરતી હતી. દારૂ પીવાની ટેવ ધરાવતા પતિએ એક સમયે દાળ પાતળી હોવાનુ કહીં પરિણીતાના માથામાં સ્ટીલની થાળી છુટ્ટી મારી લોહી લુહાણ કરી નાખી હતી. ત્યારબાદ જમતા સમયે પુત્રએ છુટ્ટુ રમકળુ ફેંકતા પરિણીતાએ પુત્રને લાફો માર્યો હતો. જે બાબતે દારૂડીયા પતિએ પરિણીતાને પેટમાં મુક્કા મારી બીભત્સ ગાળો આપી મારા ધરમાંથી જતી રહે તારૂ અહીંયા કોઇ કામ નથી કહીં પરિણીતાને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવને પગલે પરિણીતાએ દારૂડીયા પતિ સહીત સાસુ-સસરા સામે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

More #Drunken #husband #wife #FIR #Fatehgunj Police station #Gujaratinews #Vadodara
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud