• ગત તા. 26 નવેમ્બરના રોજ મોડી રાત્રે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી.
  • હોસ્પિટલની બેદરકારીના કારણે 5 દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
  • પોલીસે હોસ્પિટલના સંચાલક સહીત પાંચ સામે સાપરાધ માનવ વધુનો ગુનો નોંધ્યો

રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ડો.પ્રકાશ, ડો.વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાની ધરપકડ

WatchGujarat. રાજકોટ – શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ મામલે પોલીસે ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાની અટકાયત કરી હતી. અને બાદમાં નિયમ અનુસાર તેમના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ત્રણેયનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતા તાલુકા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. આવતીકાલે સવારે ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનના PI ભૂકણે ફરિયાદી તરીકે ગોકુલ લાઈફ કેર પ્રા.લિ.ના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે આઇપીસી 304-A તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હવે કોરોના રિપોર્ટ બાદ બાકીના બંને ડોક્ટર્સની પણ ધરપકડ કરવામાં આવશે. #ઉદય શિવાનંદ હોસ્પિટલ

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી પર કોંગ્રેસનાં નેતા હેમાંગ વસાવડાએ સવાલો ઉઠાવ્યા છે. જેમાં ફોરેન્સિક રિપોર્ટ પહેલા જ ડોક્ટરો સામે કેમ કાર્યવાહી  કરાઈ ? હોસ્પિટલને NOC આપનાર કોઈ અધિકારી સામે કાર્યવાહી શા માટે નહીં ? નાં સવાલો ઉઠાવી ડોક્ટરોને બલીના બકરા બનાવાયા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે.

 

More #ઉદય શિવાનંદ હોસ્પિટલ #Rajkot News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud