• હવેથી મિલકતની ગેરકાયદે તબદિલી પર રોક લાગી જશે.
  • કાયદો ભંગ કરવા બદલ 3-5 વર્ષની જેલની સજા અને 1 લાખનો દંડ

ગાંધીનગર. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાતના અશાંત વિસ્તારોમાંની સ્થાપન મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મુકવા માટે સુધારા વિધેયક વર્ષ 2019 પાસ કરવામાં આવ્યુ હતું. આ કાયદાને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે.

જાણો, રાષ્ટ્રપતિએ મંજુરી આપ્યા બાદ પ્રદીપસિંહે શું નિવેદન આપ્યું

અશાંત ધારા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરી આપ્યા બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે, હવેથી મિલકતની ગેરકાયદે તબદિલી પર રોક લાગી જશે અને અશાંતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે.

કાયદો ભંગ કરવા બદલ 3-5 વર્ષની જેલની સજા અને 1 લાખનો દંડ થશે

તમને જણાવી દઇએ કે અશાંત ધારા કાયદાનો ભંગ કરનારને 3-5 વર્ષની જેલની સજા તેમજ એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

આ વિધેયકથી અશાંત વિસ્તારમાં મિલકતની ફેરબદલી પર પ્રતિબંધ, પ્રતિબંધના ચુસ્ત અમલ માટે સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ કોંગ્રેસના સમયમાં બિલ પસાર કરાયુ હતું બાદમાં 1991માં પસાર થયુ હતું. અશાંત ધારા ધરાવતા વિસ્તારમાં પહેલા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ખરીદ વેચાણ થતુ હતું. હવે પહેલા કલેક્ટરની મંજૂરી લેવી ફરજિયાત છે.

ક્યા વિસ્તારને અશાંત જાહેર કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના કહેવા પ્રમાણે રાજ્યના કોઇ વિસ્તારમાં હુલ્લડ અથવા ટોળાની હિંસાને કારણે તે વિસ્તારમાંની જાહેર વ્યવસ્થાને નોંધપાત્ર ખલેલ પહોંચી હોય તેવા વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !