ડાંગની પેટા ચૂંટણી અગાઉ જ સરીતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે સોશિયલ મિડીયામાં અભિનંદન પાઠવ્યા.
વડોદરા. ડાંગની પેટા ચૂંટણી અગાઉ આજે દુર્ગાષ્ટમીના પાવન દિવસે ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી સરીતા ગાયકવાડને રાજ્ય સરકાર દ્વારા DYSP પદ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગૃહરાજ્ય મંત્રીએ સોશિયલ મિડીયામાં સરીતા ગાયકવાડને અભિનંદન પાઠવ્યા છે.
18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મીટરની રીલે દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સરીતા ગાયકવાડે ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ત્યારબાદ સરીતા ગાયકવાડ “ડાંગ એક્સપ્રેસ” તરીકે જાણીતી થઈ હતી.
https://twitter.com/pradipsinhguj/status/1319987021327155200?s=21
હવે જ્યારે ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય પરિવારમાં આવતી સરીતા ગાયકવાડને DYSP તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા સરીતા ગાયકવાડની DYSP તરીકે નિયુક્ત કરીને ભાજપા દ્વારા રાજકીય દાવ ખેલવામાં આવ્યો હોવાનું ગણવામાં આવી રહ્યું છે.