હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થવાના કારણે તેમના અનુયાયીઓમાં શોકની લાગણી વ્યાપી
હરિ નામના જપને વિશ્વ વિખ્યાત કરવામાં સોખડાના હરિપ્રસાદ સ્વામીજીનો સિંહ ફાળો રહ્યો
સ્વામીજીના સત્સંગથી પ્રેરાઇને દેશ – વિદેશના ભક્તો ઓનલાઇન અંતિમ દર્શન કરી રહ્યા છે
વેસ્ટ આફ્રિકાના નિગ્રો પણ સ્વામીજીને અંતિમ દર્શન કરીને જય સ્વામી નારાયણનો જાપ કરતા જોવા મળ્યા
WatchGujarat. યોગી ડિવાઇન સોસાયટીના હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા છે. તેમના અંતિમ દર્શને વડોદરા અને ગુજરાત નહિ પરંતુ વિદેશમાં વસતા ભક્તો પણ ઓનલાઇન જોડાયા છે. આજરોજ વેસ્ટ આફ્રિકામાં રહેતા હરિ ભક્તો હરિપ્રસાદ સ્વામીજીના ઓનલાઇન અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા. એટલું નહિ સ્વામીજીના દર્શન બાદ તેઓ જય સ્વામીનારાયણ, જય સ્વામીનારાયણનો જાપ કરતા જોવા મળ્યા હતા. જેને કારણે હરિપ્રસાદ સ્વામીજીના સત્સંગનો વધુ એક પરચો લોકો સમક્ષ આવ્યો હતો.
https://youtu.be/wadIjPgpjaw
હરિ નામના જપને વિશ્વ વિખ્યાત કરવામાં સોખડાના હરિપ્રસાદ સ્વામીજીનો સિંહ ફાળો રહ્યો હતો. દેશ વિદેશમાં ધર્મનો પ્રચાર કરવાની સાથે લોકોને જોડવા માટે હરિપ્રસાદ સ્વામીજી યુગો સુધી યાદ કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થવાના કારણે તેમના અનુયાયીઓમાં શોકની લાગણી વ્યાપી છે. એટલું જ નહિ તમામ લોકોએ પોતાના પરથી છત્ર ગુમાવી દીધું હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે.
હાલ હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને લોકોના દર્શનાર્થે સોખડા ખાતેના મંદિરમાં મુકવામાં આવ્યો છે. આવતી કાલે સોખડા મંદિરમાં હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવશે. આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક ક્ષેત્રના મહાનુભવો હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ ક્રિયામાં ભાગ લેશે. ત્યારે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહેનાર હોવાના કારણે મંદિર તંત્ર અને સ્થાનિક તંત્રએ કમર કસી લીધી છે. એક તરફ તંત્ર દ્વારા આખરી તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે watchgujarat.com પાસે આફ્રિકાના નિગ્રો હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરીને જય સ્વામીનારાયણના જાપ કરતા નજરે પડ્યાનો વિડીયો આવ્યો હતો.
સમગ્ર વિશ્વના ખુણે ખુણેથી હરિભક્તો ઓનલાઇન અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરી રહ્યા છે. તેવું જ કંઇક વેસ્ટ આફ્રિકામાં પણ છે. વેસ્ટ આફ્રિકાના સિયારા લિયોનના ફ્રિ ટાઉનમાં રહેતા નિગ્રો હરિભક્તો અહિંયા આવી ન શકવાને કારણે ઓનલાઇન જ દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને ધન્યતા અનુભવી રહ્યા છે. ઓનલાઇન દર્શન બાદ તેઓ જાણે ભક્તિમાં લીન થયા હોય તેમ જ્ય સ્વામીનારાયણ, જય સ્વામી નારાયણના જાપ કરતા જોવા મળી રહ્યા છે. જેના પરથી હરિપ્રસાદ સ્વામીજી સાથે આત્મીયતા અનુભવતા વિદેશી હરિભક્તોની ભક્તિનો એક ઉદાહરણ સામે આવ્યું હતું.