સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં પ્રવાસીઓ માટે અનોખુ નવુ આકર્ષણ
કેવડીયા જંગલ સફારીમાં સફેદ નર વાઘ વીર ને હમસફર સફેદ માદા વાઘ શક્તિ નો સાથ
સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે સેન્ટ્રલ ઝુ ઓથોરીટીએ માત્ર 1 જ દિવસમાં પરવાનગી આપી
મોહન પહેલો સફેદ વાઘ હતો જેને 1951 માં મધ્યપ્રદેશના રીવાના મહારાજાએ પકડ્યો હતો, રિવાના સફેદ વાઘનો જનક આજે પણ મોહન કહેવાય છે
[caption id="attachment_1381029" align="aligncenter" width="1600"] SOU White Tigress Shakti[/caption]
WatchGujarat. દુનિયાની સૌથી ઝડપી સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU જંગલ સફારી સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં આવતા હજારો પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. સફેદ વાઘ વીરને તેની હમસફર શક્તિ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા માત્ર 1 જ દિવસમાં પરવાનગીથી મળી છે.
સફેદ વાઘ જે એક અતિસુંદર દેખાતી બંગાળ વાઘની જ એક પ્રજાતી છે. જેના શરીર પર રૂંવાટી અને ઘાટા પટ્ટા હોય છે. જે સદીયોથી માનવીને આકર્ષિત કરતા રહ્યા છે. “મોહન” પહેલો સફેદ વાઘ હતો કે જેને હાલના મધ્યપ્રદેશ રાજયનાં રીવા ના મહારાજાએ વર્ષ 1951માં પકડયો હતો, “મોહન” રીવાના સફેદ વાઘનો જનક કહેવાય છે. આજે જેટલા પણ વાઘ જોવા મળે છે તે તમામ “મોહન”નાં જ વંશજ છે.
[caption id="attachment_1381030" align="aligncenter" width="1600"] SOU White Tigress Shakti[/caption]
SOU કેવડીયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે. હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે. જેથી જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે તેવો સરદાર ઝુલોજીકલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા ઝુ આદાન પ્રદાનની દરખાસ્તને માત્ર 1 જ દિવસમાં પરવાનગી આપી છે. કેવડીયા જંગલ સફારીનાં નિયામક ડૉ. રામ રતન નાલાએ એક વાતચિતમાં જણાવ્યુ હતુ કે, સેન્ટ્રલ ઝુ ઓથોરીટીએ અમારી દરખાસ્ત પર ખુબ જ તત્પરતાથી સફેદ માદા વાઘ “શક્તિ”ને કેવડીયા જંગલ સફારીમાં લાવવા માટે મંજુરી આપી છે.
કેવડીયા જંગલ સફારીનાં નિયામક નાલાએ વધુ વાતચિતમાં જણાવ્યુ હતુ કે, જંગલ સફારી દ્વારા આ સફેદ વાઘની જોડીને પ્રવાસીઓનાં આકર્ષણ માટે મુકવાનું આયોજન કરી દેવામાં આવ્યુ છે અને નજીકનાં ભવિષ્યમાં તેમનાં બચ્ચા પણ નિ:સંદેહ જંગલ સફારીનું આકર્ષણ બની રહેશે.