• પતિને કોરોનાના કારણે ફોફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું, ડૉક્ટરે કહ્યું કે હવે ક્રિટિકલ કેસ છે
  • એક વિશેષ માંગ સાથે પત્નીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી
  • અરજદારે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઈકોર્ટમાં અરજી કરી

WatchGujarat. આજના સમયના દરેક યુગલો માટે પ્રેરણારૂપ એક અનોખો કેસ ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર પતિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા માટે એક પત્નીએ બહુ મોટું પગલું ભર્યું છે. જેમાં એક વિશેષ માંગણી સાથે પત્નીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેને લઈને હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અરજદારના પતિ કોરોના પોઝિટિવ આવતા તેમના બચવાની આશા ડોક્ટરે છોડી દીધી હતી. એવામાં અરજદાર પત્નીએ પતિ પ્રત્યેન પ્રેમ જીવંત રાખવા માટે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. ડોક્ટરે દર્દી પાસે માત્ર 24 કલાક જ હોવાનું જણાવતા કોર્ટે દર્દીના સ્પર્મનું સેમ્પલ લેવા કહ્યું હતું. પરંતુ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરવા આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જ્યારે આજકાલના સમયમાં નવા દામ્પત્ય જીવનમાં ખટાશ આવતા છૂટાછેડાના હજારોની સંખ્યામાં કેસ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. પરંતુ આજે પણ ઘણા કિસ્સાઓ એવા જોવા મળે છે જેમાં સાચા પ્રેમની મહેક જોવા મળે છે. આવું જ કંઈક આ કેસમાં પણ બન્યું છે. આ કેસમાં દપંતિના લગ્ન વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં થયા હતા પણ કોરોનાં મહામારીની બીજી લહેરના કારણે અરજદારના પતિને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

મળતી વિગતો મુજબ પતિને કોરોના એ હદે વધી ગયો કે તેમના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા છે. જેના કારણે ડોક્ટરે તેમના બચવાની આશાઓ છોડી દીધી છે. આ સંજોગોમાં અરજદારે તેમના સંબંધોની નિશાની રાખવા માટે IVF ટેક્નોલોજીના માધ્યમથી બેબી રાખવા માટેનું આયોજન કર્યું હતું. પરંતુ આ માટે ડોક્ટર દ્વારા તેમને કોર્ટની મંજૂરી લેવા જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી હોવી અનિવાર્ય છે. પરંતુ અરજદારના પતિ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે તેમ ન હતું. આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું.

જેના પરિણામે અરજદારે આજે કોર્ટમાં આ માટેની મંજૂરી માંગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતા 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે આદેશ કરતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોર્ટ આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી આ સ્પર્મને પ્લાન્ટ ન કરવામાં આવે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud