મણિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI એસ.એસ.ગોસ્વામી પૈસા માંગતો ઓડિયો કલીપ વાયરલ
મહિલા બુટલગેર મીનાક્ષી રાઠોડ પાસે PSI એસ.એસ.ગોસ્વામી દ્વારા પૈસા માંગતો ઓડિયો કલીપ
પીએસઆઇની 15 હજારની માંગણીની સામે મહિલા બુટલેગરે 5 હજાર રૂપિયા આપવાનું કહેતા કરી રકઝક
WatchGujarat રાજ્યની પોલીસ અને બુટેલગરોની સાંઠગાંઠ ખુલ્લી પડતા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યાં છે. તેવામાં હવે વટવા GIDC પોલીસ સ્ટેશનના અધિકારી, પોલીસકર્મીઓ અને વહીવટદારના મોટા હપ્તાઓ ચાલતા હોવાના આક્ષેપો સાથેની ઓડિયો કલીપ વાઇરલ થઈ છે. વિનોબાભાવેનગરમાં રહેતી મહિલા બુટલેગર મીનાક્ષીબેન રાઠોડે ACBમાં અરજી કરી છે કે, હાલમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI અને પહેલા વટવા GIDC પોલીસ સ્ટેશનના PSI તરીકે ફરજ બજાવનારા એસ.એસ ગોસ્વામી છેલ્લા ચાર મહિનાથી ભરણની માંગણી કરી હેરાન કરી રહ્યા છે. અને તે ઓડિયો કિલપ સોશ્યિલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
શહેરના મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં મહિલા PSI ગોસ્વામી તાજેતરમાંજ નવી ફોર વ્હિલ લાવ્યાં છે. કારના હપ્તા ભરવા માટે તેઓ દર મહિને બુટલેગર પાસે ભરણની માગણી કરતા હતા. મહિલા PSI ગોસ્વામી દ્વારા છેલ્લા ચાર મહિનાથી વિનોબાભાવેનગરમાં રહેતી બુટેલગર મીનાક્ષી રાઠોડ પાસે કારના હપ્તા ભરવા માટે પૈસાની માગ કરવામાં આવી રહીં હતી. અને જો સમયસર હપ્તા નહિ આપે તો દારૂના ગુનામાં ફ્ટિ કરાવી દેશે તેવી ધમકીઓ પણ આપવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે.
https://youtu.be/Vd0S6rsLGEc
મહિલા PSI ગોસ્વામીને દર મહિને રૂ. 15 હજારનો હપ્તો આપવામાં આવતો હતો. જેનુ મહિલા પાસે રેકોર્ડિંગ પણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હપ્તા પેટે રૂ. 5 હજાર આપવા છતાં વધુ પૈસાની માગણી કરી, પૈસા નહીં આપે તો તેના મળતીયા અને હાલમાં વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશનના વહીવટદાર રાજભા અને મહેન્દ્રસિંહને મોકલી જરાવી પૈસા લઇ જવામાં આવે છે. ઉપરાંત કાગડાપીઠ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા બિહારીદાન ગઢવી નામના પોલીસકર્મીને પણ ગાડીના હપ્તા ભરવા માટે પૈસા લેવા મોકલવામાં આવે છે. મીનાક્ષીબેને વટવા GIDC પોલીસ સ્ટેશનના PI ડી. આર.ગોહિલ સામે પણ આક્ષેપ કર્યા છે કે. મહિલા PSIને હાથો બનાવી અને ઝઘડો થાય એમ કરતાં હતાં.
મીનાક્ષાબહેનના કહેવા મૂજબ દારુનો ધંધો બંધ કરી કરિયાણાનો વેપાર કરતા હોવા છતાં PSI ગોસ્વામી સહિત અન્ય પોલીસ કર્મીઓ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે. જેથી મીનાક્ષીબહેને પીએસઆઇ એસ.એસ.ગોસ્વામી ,વહીવટદાર મહેન્દ્રસિંહ અને રાજભા વિરુદ્ધ ACBમાં લેખિત અરજી કરી છે.
More #Woman #police #PSI #bootlegger #car-installment #Watchgujarat