• અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તારધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીનું નામ લગભગ નક્કી હોવાનું ગતરોજ watch gujarat.com દ્વારા આગાહી કરવામાં આવી હતી
  • વર્ષ 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે પ્રેમસ્વરૂપદાસ સ્વામીએ દીક્ષા લીધી હતી
  • પ્રેમસ્વરૂપદાસ સ્વામી આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે
પ્રેમસ્વરૂપ સ્વામી

WatchGujarat. યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક અને સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા હરિપ્રસાદ સ્વામી વૈકુંઠનિવાસી થયા છે. આજરોજ સંતો મહંતો અને રાજકીય હસ્તીઓની હાજરીમાં તેમના અંતિમસંસ્કાર પૂર્ણ થયા હતા. ત્યારે સૌ હરિભક્તોના મનમાં એક પ્રશ્ન હતો કે હવે પછી તેમનું માર્ગદર્શન કોણ કરશે. જો કે મોડી સાંજે ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીજીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આખરે સૌકોઈ ની આતુરતાનો અંત આવ્યો હતો.

મળતી માહિતી મુજબ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર પછી નવા ગાદીપતિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતીએ પ્રેમસ્વરૂપ સ્વામીજીના નામ પર આખરી મહોર મારવામાં આવી હતી. પ્રેમસ્વરૂપ સ્વામીજીના નેતૃત્વમાં પ્રબોધ સ્વામીજી અને ત્યાગવલ્લભ સ્વામીજી યોગી ડીવાઇન સોસાયટીનું નેતૃત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે 75 વર્ષીય પ્રેમસ્વરૂપદાસ સ્વામીજી હાલ મંદિરના કોઠારી છે. નોંધનીય છે કે અક્ષર નિવાસી હરીપ્રસાદ સ્વામીએ પણ તેમના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ સૂચવ્યું હતું તેવી અટકળો સામે આવી છે. જો કે સત્તાવાર રીતે જાહેરાત બાદ watchgujarat.com ની આગાહી પર મહોર લાગી હતી.

તમને જણાવી દઈએ કે પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. તેઓ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. પ્રેમસ્વરૂપદાસ સ્વામી 1960થી યોગીજી મહારાજ સાથે જોડાયા હતા. 1962માં જ્યારે તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે તેઓ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ 10 ઓક્ટોબર 1965માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામી સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી. તેના 5 દિવસ બાદ એટલે કે, 15 ઓક્ટોબર 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે ભગવી દીક્ષા લીધી હતી અને યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું.

હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દિવ્ય વિગ્રહ અગ્નિને સમર્પિત થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ સંતભગવંત સાહેબજીએ કહ્યું હતુ કે, સ્વામીજીએ હમેશા સૌની સાથે સહજ ભાવથી જીવવાનો આગ્રહ રાખ્યો છે. અનુવૃતિ પ્રમાણે યોગી ડિવાઇન સોસયાટીની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં ત્યાગવલ્લભ સ્વામી અને પ્રબોધજીવન સ્વામી ઉપરાંત, સંતવલ્લભ સ્વામી, અશોકભાઇ સેક્રેટરી અને વિઠ્ઠલદાસ પટેલને સોંપવની જાહેર કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud