• મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનો માટે ચોંકાવનારો કિસ્સો
  • યુવાન મોબાઇલમાં વ્યસ્ત રહેતા સામેથી આવતી એસટી બસ ન જોઇ શક્યો
  • આખરે બસની અડફેટે યુવાનનું મોત નિપજ્યું
  • વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે સીટી બસ ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે તાજેતરમાં સર્જાયેલા અકસ્માતના સી.સી. ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં વડોદરાની સીટી એસ.ટી. બસની અડફેટે રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવમાં બસ ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, વાઘોડિયાથી મુસાફરો લઇને એક સીટી બસ વડોદરા તરફ આવી રહી હતી. તે દરમિયાન પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિનું બસની અડફેટે આવી જતાં સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના હોસ્પિટલના ગેટ પાસે લગાવેલા સી.ટી. ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે અકસ્માતના સી.ટી. ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે.

પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક વિગત મુજબ, સી.સી. ટી.વી. ફૂટેજ જોતા અકસ્માતમાં મોતને ભેટેલ વ્યક્તિ મોબાઇલ ફોન ઉપર વાત કરતા-કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. મોબાઇલ ફોન ઉપર વાત કરી રહેલ વ્યક્તિ ફોનમાં એટલો વ્યસ્ત હતો કે, બસનો અવાજ પણ સાંભળ્યા વગર રોડ ક્રોસ કરી રહ્યો હતો. બસ પુરપાટ હોવાથી મોબાઇલ ફોન ઉપર વાત કરવામાં વ્યસ્ત વ્યક્તિનું બસની નીચે આવી જતા સ્થળ પર મોત નીપજ્યું હતું.

ધીરજ હોસ્પિટલ પાસે આ ઘટના બનતાજ લોકોના ટોળાં વળી ગયા હતા. આ બનાવને નરી આંખે જોનાર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ વાઘોડીયા પોલીસને થતાં તુરતજ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. અને મરનાર અંગે તપાસ કરતા આ વ્યક્તિનું નામ  સચિન બ્રિજેશભાઇ કશ્યપ (રહે. ધરમપુર, ઉત્તરપ્રદેશ)નો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત સચિનભાઇ કશ્યપ ધીરજ હોસ્પિટલમાં આવ્યો હતો. અને હોસ્પિટલમાંથી નીકળીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે વાઘોડિયાથી વડોદરા તરફ પુરપાટ જતી સીટી બસની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે સીટી બસ ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ સીટી બસના સંચાલકો દ્વારા બસ ચાલક હિરાભાઇ બારીયાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud