• તરછોડાયેલા વૃદ્ધો માટે શહેરનો યુવાન મદદ કરવા અનોખો પ્રયાસ કરી રહ્યો છે
  • એસએસજી હોસ્પિટલ બહારથી વૃદ્ધાને મદદ કરવાથી સેવાકાર્યની શરૂઆત કરી
  • આશિર્વાદ મળ્યા બાદ અન્યોની મદદ કરવા માટે પ્રેરણા મળી – નિરવ ઠક્કર
  • મધ્યગુજરાતમાં વૃદ્ધો માટે મોટુ આશ્રમ બનાવવાની નેમ સાથે સેવા કાર્યમાં જોડાયેલો શહેરનો યુવાન નિરવ ઠક્કર

WatchGujarat. આજના સમયમાં માતા – પિતા પેટે પાટા બાંધીને પણ બાળકોને ઉછેરે છે પરંતુ જીવનના આખરી સમયમાં માતા – પિતાને રસ્તા પર રઝડતા મુકી દેવામાં આવે છે. શહેરના અનેક લોકો ફુટપાથ પર જીવનનો આખરી સમય વિતાવી રહ્યા છે. ત્યારે શહેરનો કર્મશીલ યુવાન નિરવ ઠક્કર ફુટપાથ પર જીવનના અંતિમ દિવસે વિતાવતા લોકોને સારૂ જીવન આપવા માટે પ્રયત્નશીલ છે. ચાલો જાણીયે શહેરનો યુવાન કેવી રીતે વૃદ્ધોની સેવાની વ્યાખ્યા બદલી રહ્યો છે.

જરૂરિયાતમંદ જણાતા મેં તેમની તેમને નવા કપડા અને જમવાની સુવિધા કરી આપી

શહેરમાં રસ્તા પર આખરી જીવનના આખરી દિવસો વિતાવતા વૃદ્ધો માટે સેવાકાર્ય કરતા નિરવ ઠક્કરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં સેવા આપતો હતો. દરમિયાન મારી નજર હોસ્પિટલના પરિસરમાં નિસહાય ખુણામાં બેઠેલા વૃદ્ધા પર પડી હતી. જરૂરિયાતમંદ જણાતા મેં તેમની તેમને નવા કપડા અને જમવાની સુવિધા કરી આપી હતી. જો કે, ત્યાર બાદ પણ થોડાક દિવસો બાદ વૃદ્ધા ત્યાં જ નિસહાય થઇને બેઠેલા જોવા મળ્યા હતા. આખરે મેં તેમના જીવનનો પાછલો સમય સારી રીતે વિતે તેવા પ્રયાસો શરૂ કરી દીધા હતા.

કોઇની વાટ જોવા કરતા મેં જાતે જ અહિંયા દસ્તાવેજી પ્રક્રિયા કરીને વૃદ્ધાને સુરત મુકી આવ્યો

વૃદ્ધોના ઉત્થાન માટે કામ કરતા એનજીઓનો સંપર્ક કર્યો. સખી વન સ્ટોપ સેન્ટરના મનીષા પરમાર સાથે મળીને વૃદ્ધા માટે રહેવાની જગ્યા અને અન્ય જરૂરીયાતો પુરી થાય તેવો આશ્રય શોધવાનો પ્રયાસો કર્યો. જો કે, તે સમયે અમને સફળતા મળી ન હતી. અમારી શોધ ચાલુ જ હતી. આખરે વૃદ્ધા માટે અમને સુરત ખાતે આવેલા માનવસેવા મંદિરમાં વ્યવસ્થા થઇ ગઇ હતી. હવે તેમને મુકવા જવાનો પ્રશ્ન હતો. કોઇની વાટ જોવા કરતા મેં જાતે જ અહિંયા દસ્તાવેજી પ્રક્રિયા કરીને વૃદ્ધાને સુરત મુકી આવ્યો. જ્યારે વૃદ્ધાને ત્યાં મુક્યા ત્યારે તેઓએ મને આશિર્વાદ આપતા કહ્યું કે, સદાય ખુશ રહેજે. અને લોકોની સેવા કરતો રહેજે.

વૃદ્ધાના આશિર્વાદ બાદ સેવામાં જીવન સમર્પિત કરી દેવાનો નિર્ણય કરી લીધો

નિરવ ઠક્કરે ઉમેર્યું કે, વૃદ્ધાના આશિર્વાદ લીધા બાદ મારા જીવનમાં વળાંક આવ્યો હતો. ત્યાર બાદ તે રાત્રે જ મેં વૃદ્ધોની સેવામાં જીવન સમર્પિત કરી દેવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યાર બાદથી હું રસ્તા પર પડી જીવન ગુજારત વૃદ્ધોને મેડીકલ ટ્રીટમેન્ટ, જમવાનું તથા રહેવાની યોગ્ય સુવિધા મળી રહે તે માટે કામ શરૂ કરી દીધું હતું. અત્યાર સુધી ત્રણ વૃદ્ધો માટે અહિંયા દસ્તાવેજી પ્રક્રિયા પુર્ણ કરીને તેમને સુરતમાં આશ્રમમાં મુકી આવ્યો છું.

એકલા હાથે કામ કરવાની સાથે સાથે હું ટીમ ઉભી કરી રહ્યો છું

નિરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું કે, અત્યાર સુધીના મારા દ્વારા કરવામાં આવેલા કામની નોંધ સોશિયલ મીડિયામાં પર મુકવામાં આવી હતી. જેને લઇને હવે લોકો સામે ચાલીને મને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. તો કેટલાક લોકો જરૂરીયાતમંદ લોકો અંગેની જાણકારી મારા સુધી પહોંચાડી રહ્યા છે. હવે એકલા હાથે કામ કરવાની સાથે સાથે હું ટીમ ઉભી કરી રહ્યો છું. જેને લઇને આગામી સમયમાં મધ્યગુજરાતમાં નિસહાય વૃદ્ધોની સેવા ચાકરી કરી શકું તેવા ઉદ્દેશ્ય સાથે હું આગળ વધી રહ્યો છું.

વૃદ્ધોને સહાય કરીને આશિર્વાદ અને આત્મસંતોષ મળી રહ્યો છે

આખે નિરવ ઠક્કરે ઉમેર્યું કે, અત્યાર સુધી જે લોકોને આશ્રમમાં મુકી આવ્યો છું. તેઓના જીવનમાં ફરક સાફ જોવા મળી રહ્યો છે. અહિંયા તેઓ રસ્તા પર નિસહાય થઇને જીવન વિતાવી રહ્યા હતા. ત્યારે હવે તેઓ એક સ્વાભિમાની જીવન જીવી રહ્યા છે. આ પ્રકારની સહાય કરીને આશિર્વાદ અને આત્મસંતોષ મળી રહ્યો છે. જેને કારણે આ કામ વધુને વધુ કરાવાની પ્રેરણા મળી રહી છે. આ પ્રકારની મદદ કરનારાઓએ એકસાથે મળીને વૃદ્ધોના જીવનમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવું જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud