MLA છોટુ વસાવાએ BJP માંથી છેડો ફાડનારને BTP નો ખેસ પહેરાવ્યો
આગાઉ BJP એ BTP ના ગઢ ઝઘડિયામાં ગાબડું પાડ્યું હતું.
WatchGujarat ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ પરિવર્તન સાથે તોડ જોડનું રાજકારણ પુરજોશમાં ખીલી ઉઠ્યું છે. આગાઉ BJP એ BTP ના ગઢ ઝઘડિયામાં ગાબડું પાડ્યું હતું. હવે BTP એ 9 ગામમાં BJP માં ભંગાણ સર્જ્યું છે. BJP ના 5 ગામના સરપંચ- ડે. સરપંચ સહિત 9 ગામના 200 થી વધુ સમર્થકોએ BTP નો ખેસ ધારણ કરી લીધો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકામાંથી હવે બીજેપીના સક્રીય કાર્યકરો, સરપંચો અને આગેવાનોએ BTPનો ખેસ ધારણ કર્યો છે. તાલુકાના વિવિધ 9 ગામના ભાજપ સમર્થક કાર્યકરો BTPમાં જોડાયા છે. ધારાસભ્ય છોટુ વસાવાએ કાર્યકરો અને સરપંચોને ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. આશરે 200 થી વધુ કાર્યકરો BTP માં જોડાતા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા કાર્યકરોની તોડ જોડ પાર્ટીઓમાં પુર જોશમાં ખીલી ઉઠી છે.
ઝઘડિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. BJPના કાંઠા વિસ્તારના ગોવાલી ગામના માજી સરપંચ કાર્યકરો બાદ વધુ બીજેપીથી નારાજ રાજપારડી ઉમલ્લા વિસ્તારના બીજેપીના સક્રિય કાર્યકરો સરપંચો તેમજ આગેવાનો બીટીપી માં જોડાયા છે.
ઝઘડીયાના ઉમલ્લા વિસ્તારનાં ભાજપના સક્રિય કાર્યકર્તા જયદીપસિંહ મહિડા, સરસાડ ગામના સરપંચ અને કાકલપોર ગામનાં ડે સરપંચ અને પંચાયતના સભ્ય, વઢવાણાના સરપંચ હરેશ વસાવા, મહેન્દ્ર સિંહ મહીડા (પંચાયત સભ્ય) અને પાણેથા ગામના હાર્દિક પટેલ, અજય પાટણવાડિયા, રમેશ વસાવા, પ્રવિણ વસાવા, સુરેશભાઈ વસાવા સુથારપરા ગામનાં સરપંચ અંકિત પાંજરોલીયા, યુવા આગેવાન સારસા ગામ સહિત 200 થી વધુ કાર્યકરો સાથે વિધીવત રીતે બીટીપીની આગેવાનીમાં છોટુ વસાવાની વિચારધારા સાથે બીટીપીનો ખેસ ધારણ કર્યો છે.