• રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી પાલિકા થી લઇને પંચાયત સુધીની ચુંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે
  • કોરોનાના કટોકટી કાળમાં અત્યાર સુધી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ દ્વારા સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરતી
  • પક્ષાપક્ષીથી પર થઇને લોકોને હાલ પડતી હાલાકીનું સમાધાન લાવવું જોઇએ

Watchgujarat. અત્યાર સુધી રાજ્યમાં કોંગ્રેસ દ્વારા કોરોનાની નાથવા માટે સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા. પરંતુ શનિવારો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સીએમ રૂપાણીને નામ સોશિયલ મીડિયા પર સંદેશો લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, CM રૂપાણી અભિમાન છોડો, મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને કામ કરવું જોઇએ.

રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી પાલિકા થી લઇને પંચાયત સુધીની ચુંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કેટલીક પાલિકાઓમાં તો કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકેની લાયકાત માટે જોઇતી સીટ પણ મળી નથી. પ્રજા કોંગ્રેસ પરથી વિશ્વાસ ગુમાવી રહી હોય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. પરંતુ ત્યાર બાદ કોરોના મહામારીએ માઝા મુકતા રાજ્યમાં કટોકટી ભરી સ્થિતી સર્જાઇ છે. કટોકટી કાળમાં અત્યાર સુધી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ દ્વારા સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરતી હતી. પરંતુ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે આક્ષેપબાજીની જગ્યાએ સાથે કામ કરવાનો સંદેશો સોશિયલ મિડીયા પર લખીને મહામારીમાં તમામ પક્ષોએ એકજુટ થઇને કામ કરવું જોઇએ તેમ જણાવ્યું હતું.

હાર્દિક પટેલે ફેસબુક પેજ પર લખ્યું છે કે, હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારના કાન પકડવામાં વિપક્ષ નિષ્ફળ ગયું છે તે સૌકોઇ જાણે છે. પરંતુ હવે જો કોરોના કાળમાં લોકોની સેવા કરવા માટે બે પક્ષો સાથે મળીને કામ કરવા ઇચ્છતા હોય તો તો પ્રમાણે આગળ વધવું જોઇએ. પક્ષાપક્ષીથી પર થઇને લોકોને હાલ પડતી હાલાકીનું સમાધાન લાવવું જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud