રાહદારીઓની સતર્કતાને પગલે ફસાયેલા કાચબાને રેસ્ક્યૂ કરાયો
ફાયરના જવાનો અને જીએસપીસીએ સંસ્થાના વોલંટીયર્સ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઓપરેશન પાર પડાયું
કાચબો ઇજાગ્રસ્ત હોવાને કારણે વન વિભાગમાં સોંપી દેવામાં આવ્યો
WatchGujarat. શહેરના મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાંથી પસાર થતા નદી-નાળામાં પ્લાસ્ટીકમાં ફસાયેલો 100 કિલોથી વધુ વજન ધરાવતો કાચબો રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. કાચબાનું વજન વધારે હોવાને કારણે તેને નાળામાંથી કિનારે લાવવા તથા બહાર કાઢવા માટે માનવસાંકળ રચીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાંથી પસાર થતા નદી-નાળા પરથી જોતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. નાળામાં પ્લાસ્ટીકમાં ફસાયેલો એક કાચબો રાહદારીઓના નજરે પડ્યો હતો. કાચબાને રેસ્ક્યૂ કરવા માટે રાહદારીઓએ જીએસપીસીએ સંસ્થાને કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે ફાયરના જવાનો અને જીએસપીસીએના વોલંટીર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી ચાલુ કરી દીધી હતી.
ફાયરના લાશ્કરો અને વોલંટીયર્સે પ્રથમ નાળામાં ફયાસેલા કાચબાને કિનારે લાવ્યા હતા. જેની માટે માનવસાંકળ બનાવીને અત્યંત સાવચેતી પુર્વક કામગીરી કરવામાં આવી હતી. જીએસપીસીએ અને ફાયરના જવાનોની બે કલાકની જહેમત બાદ કાચબો રેસ્ક્યૂ કરાયો હતો.
કિનારે લાવ્યા બાદ કાચબાનો બહાર કાઢવાનો હતો. પરંતુ કાચબાનું વજન વધારે હોવાને કારણે એકલા હાથે તેને બહાર કાઢવું શક્ય ન હતું. વજનદાર કાચબાને ફાયરના ચાર જવાનોએ પકડીને બહાર કાઢ્યો હતો. કાચબાનું આંદાજીત વજન 100 કિલોથી વધારે હોવાનું અનુમાન છે. મહાકાય કાચબાને પાછળના પગની આસપાસ ઇજા થઇ હોવાનું તેને રેસ્ક્યૂ કર્યા બહાર કાઢતા સામે આવ્યું હતું. કાચબાને રેસ્ક્યૂ કર્યા બાદ સારવાર અર્થે વન વિભગમાં સોંપી દેવામાં આવ્યો હતો.