કોરોનાના કપરા કાળમાં ઘરે વધારે રહેવાનું થતા દંપત્તિ વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી હતી
પરંતુ કોરોના સંક્રમીત પત્નીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી ત્રાસ આપવાની ઘટના તાજેતરમાં બની હતી
પત્નીના ઇનકાર બાદ ઉશ્કેરાયેલા પતિએ છુટાછેડા સુધીની ધમકી આપી
આખરે મામલે અભયમની ટીમે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો
WatchGujarat. ગોરવાની પરિણીતા કોરોનામાં સપડાયા પછી ઘરમાં અલગ રૂમમાં ક્વોરન્ટીન રહેતી હતી. ત્યારે પણ પતિએ તેની સાથે જાતીય સંબંધ બાંધવા દબાણ કરતો હતો. દબાણ કર્યા બાદ પણ પત્ની શારીરિક સંબંધ બાંધવા સહમત નહિ તથા પતિએ તેને માર માર્યો હતો. સમગ્ર મામલે પત્નીએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે સ્થળ પર જઇને પતિનું કોવિડ ગાઇગલાઇનનું પાલન કરીને ઘર બહારથી જ કાઉન્સીલિંગ કર્યું
મહિલએ મદદ માટે અભયમનો કોલ કરતા જ ટીમ પહોંચી
ગોરવા કરોડિયા વિસ્તારમાંથી 27 વર્ષીય મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન અભયમને ફોન કરીને જણાવ્યું હતું કે પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં પતિ ત્રાસ આપે છે. મહિલાનો ફોન આવતાં જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. એક સંતાનની માતા આ મહિલાએ હોમ ક્વોરન્ટાઇનમાં રહી અભયમને જણાવ્યું હતું કે તે કોરોનાનો ભોગ બની છે અને પોતાના ઘરમાં એક રૂમમાં તે અલગથી રહે છે. છતાં તેનો પતિ તેની સાથે સતત જાતીય સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો છે. પોતે બીમાર હોવાથી શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને માર મારી કોરોનાગ્રસ્ત પત્નીને ઘરની બહાર નીકળી જવા દબાણ કર્યું હતું.
અભયમની ટીમે સમજાવટથી મામલો થાળે પાડ્યો
અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો કે પત્ની જાતે જ ક્વોરન્ટીન થયેલાં છે ત્યારે તેમને ખલેલ ન પહોંચાડી ઝડપથી સાજા થાય એવી કાળજી લેવી જોઇએ. પતિને તેની ભૂલ સમજાઇ હતી અને હવે આવી ભૂલ નહીં કરે એવી ખાતરી આપી હતી, જેથી મહિલાને પણ રાહત થઇ હતી .
વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી
પોતાની 27 વર્ષીય પત્નીએ જાતીય સંબંધની માગણીનો ઇનકાર કરી દેતાં પતિ ઉશ્કેરાયો હતો અને તેને માર મારી ઘરમાંથી બહાર નીકળી જવા અને છૂટાછેડા આપી દેશે ત્યાં સુધીની ધમકી આપી હતી. મહિલાએ પતિને ક્વોરન્ટાઇન અવસ્થામાં રહીને સમજાવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પણ પતિ માન્યો ન હતો, જેથી આખરે મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનની મદદ માગી હતી. જો કે, અભયમની ટીમે કાઉન્સિલીંગમાં મામલો થાળે પાડ્યો હતો.