watchgujarat: પ્રોફેશનલ નેટવર્ક LinkedIn હવે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. LinkedIn પર હિન્દી એ પ્રથમ ભારતીય પ્રાદેશિક ભાષા છે. લિંક્ડઇનનો હિન્દીમાં ફેજ-1 આજથી શરૂ થઈ રહ્યો છે. હવે તમે તમારા ડેસ્કટોપ, એન્ડ્રોઇડ અને iOS ફોન પર હિન્દીમાં કન્ટેન્ટ બનાવી શકશો. જો કે, હાલમાં તે ફક્ત ડેસ્કટોપ અને એન્ડ્રોઇડ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. LinkedIn ની આગળની યોજના હિન્દી ભાષી લોકો માટે વિવિધ ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારની તકો વધારવા માટે કામ કરવાની છે, જેમાં બેંકિંગ અને સરકારી નોકરીઓ પણ સામેલ હશે.
LinkedIn ના ભારતના કન્ટ્રી મેનેજર આશુતોષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં LinkedIn એ મહામારી અને નવા યુગના કામકાજના વાતાવરણમાં લોકોને જોડવામાં, શીખવામાં, વૃદ્ધિ પામવામાં અને નોકરી મેળવવામાં મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરી છે. હિન્દીમાં લોન્ચ થવાથી, વધુ સભ્યો અને યુઝરો હવે પ્લેટફોર્મ પર વધુ સામગ્રી, નોકરીઓ અને નેટવર્કિંગનો આનંદ માણી શકશે. તે પોતાની જાતને તે ભાષામાં વ્યક્ત કરી શકે છે જેમાં તેને સરળતા અને સગવડતા લાગે છે.
તેમણે કહ્યું, લિંક્ડઇનની સદસ્યતા ગયા વર્ષે વધી હતી અને લોકો અમારા પ્લેટફોર્મ પર એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. આ આકર્ષક તબક્કે, અમે અમારા કાર્યબળના દરેક સભ્ય માટે આર્થિક તકોને વધુ વધારવાના અમારા વિઝનને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ. અમે સમગ્ર વિશ્વમાં હિન્દી બોલનારાઓ માટે ભાષા અવરોધ દૂર કરી રહ્યા છીએ.
લિંક્ડઇનમાં હિન્દીમાં તમારી પ્રોફાઇલ કેવી રીતે સેટ કરવી
LinkedIn ની મોબાઈલ એપ્લિકેશનને હિન્દીમાં જોવા માટે, તમારે તમારા ફોનની સેટિંગ્સમાં જઈને તમારા ઉપકરણની પસંદગીની ભાષા તરીકે હિન્દી પસંદ કરવાની જરૂર છે. સ્માર્ટફોન યુઝરો કે જેમણે પહેલેથી જ તેમના ફોન પર ઉપકરણની પસંદગીની ભાષા તરીકે હિન્દી પસંદ કરી છે તેઓને હિન્દીમાં લિંક્ડઇનનો અનુભવ આપોઆપ મળશે.
ડેસ્કટોપ પર, સભ્યોએ પહેલા LinkedIn ના હોમપેજની ટોચ પર જવું પડશે અને Me આઇકોન પર ક્લિક કરવું પડશે. આ પછી Setting & Privacy પસંદ કરવાની રહેશે. આ પછી, સભ્યોએ ડાબી બાજુએ Account Preference પર ક્લિક કરવાનું રહેશે. આ પછી Site Preference પસંદ કરવાની રહેશે. ભાષાની બાજુમાં, Change પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન સૂચિમાંથી હિન્દી પસંદ કરો.