એપ્રિલિયા ઇન્ડિયાએ ભારતમાં SR 125 અને SR 160 સ્કૂટરના નવા મૉડલ લૉન્ચ કરીને તેનો પોર્ટફોલિયો અપડેટ કર્યો છે. અપડેટેડ સ્કૂટરમાં LED હેડલાઇટ અને ફુલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સહિત ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી છે. આ સાથે ટેલ લાઇટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. યુવાનોને ધ્યાનમાં રાખીને નવા મોડલ્સની શાર્પર ડિઝાઇન આપવામાં આવી છે. નવી Aprilia SR 125 સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. જ્યારે SR 160 સ્કૂટર ત્રણ વેરિઅન્ટમાં આવે છે – સ્ટાન્ડર્ડ, કાર્બન અને રેસ આવે છે.

નવી Aprilia SR 125 ને 1.07 લાખ રૂપિયામાં લોન્ચ કરવામાં આવી છે, જ્યારે Aprilia SR 160ની કિંમત 1.17 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ પુણે) થી શરૂ થાય છે. આ સ્કૂટર્સનું બુકિંગ પણ દેશભરમાં શરૂ થઈ ગયું છે. 5,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને અથવા તમારી નજીકની એપ્રિલિયા ડીલરશીપ પર જઈને આ ગિયરલેસ સ્કૂટર્સ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર બુક કરી શકાય છે.

આ સુવિધાઓ કરી અપડેટ

ફેરફારો વિશે વાત કરીએ તો, ઘણા કોસ્મેટિક અપડેટ્સની સાથે, નવી Aprilia SR 160 અને SR 125માં ઘણા નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આમાં LED DRL અને X-આકારના ટેલલેમ્પ્સ સાથે નવો ઓલ-એલઇડી હેડલેમ્પ મળે છે. કંપનીએ સ્કૂટરના એપ્રોન અને ગ્રેબ્રેલને નવી ડિઝાઇન આપી છે. આ સિવાય સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્પ્લિટ સીટ સેટઅપ, નકલ ગાર્ડ્સ, બૂટ લાઈટ અને CEAT તરફથી નવા 14 ઈંચના ટાયર આપવામાં આવ્યા છે.

એન્જિનની વાત કરીએ તો તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યા નથી. નવું SR 160 એ 160cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 10.86 hpનો પાવર અને 11.6 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એ જ રીતે, SR 125માં 125cc એન્જિન ઉપલબ્ધ છે, જે 9.78 hp અને 9.70 Nm જનરેટ કરે છે. પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સ અને આગળના ભાગમાં ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે. SR 160 માં સિંગલ-ચેનલ ABS અને SR 125 ને કમ્બાઈન બ્રેકિંગ સિસ્ટમ મળે છે.

Facebook Comments Box

Videos

Our Partners