કોવિડ-19 વેક્સિનેશનમાં ગુજરાતે કાબિલે તારિફ સિદ્ધિ હાંસલ કરી, વિકસિત દેશોને પાછળ છોડ્યા
રસીકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ 100ની વસ્તીએ ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સિન ડોઝ આપ્યા
ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા
આ પહેલા પણ દેશભરમાં ગુજરાત રસીકરણ મામલે અગ્રેસર રહ્યું છે
WatchGujarat. કોવિડ-19 વેક્સિનેશનમાં ગુજરાતે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ 100ની વસ્તીએ ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સિન ડોઝ આપ્યા છે. તાજેતરમાં આવેલા રસીકરણના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યએ વિશ્વના સૌથી વિકસિત દેશોને પણ રસીકરણમાં પાછળ છોડી દીધા છે. મહત્વનું છે કે આ પહેલા પણ દેશભરમાં ગુજરાત રસીકરણ મામલે અગ્રેસર રહ્યું છે.
કોવિડ-19 વેક્સિનેશનમાં ગુજરાતની આગવી સિદ્ધિ
પ્રાપ્ત વિગતો અનુસાર રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર 100ની વસ્તીએ ગુજરાતે 169.2 લોકોનું રસીકરણ કરી આ સિદ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં રસીના 8 કરોડ 30 લાખથી વધુ ડોઝ અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.60 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં 3.69 કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાયા છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.
રસીકરણના જાહેર થયેલા આંકડા (પ્રતિ 100 વ્યક્તિ)
ગુજરાત : 169.2
યુકે : 162.8
ફ્રાન્સ : 166.9
યુએસએ : 138.4
જર્મની : 153.6
કેનેડા : 164.7
ઇટાલી : 159
નેધરલેન્ડ્સ : 168.8
ફિનલેન્ડ : 167.5
સ્વીડન : 165.8
મેક્સિકો : 157.9
સ્વિટ્ઝર્લૅન્ડ : 148.8
સાઉદી અરેબિયા : 147.9
હંગેરી : 137
વિયેતનામ : 130.7
રશિયા : 107.3
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સએ આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેના કારણે આજે ઇન્ફોગ્રાફિકમાં ગુજરાતને ટોચ પર દર્શાવવામાં આવ્યું છે. જે દૈનિક સરેરાશ વેક્સિનેશનના આંકડામાં વિકસિત દેશો યુ.કે. , ફ્રાન્સ અને યુએસએ જેવા દેશોને પછાડીને અગ્રસ્થાને છે. નોંધનીય છેકે આ પહેલા તાજેતરમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, એમપી અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોએ દૈનિક રસીના ડોઝની સંખ્યામાં વિકસિત દેશોને પાછળ છોડી દીધા હતા. કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આવા ઉત્કૃષ્ટ પ્રયાસો થકી આજે ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં પણ વેક્સિનેશનનું જોર વધ્યું છે. આ સાથે લોકોમાં પણ જાગૃતિ આવવાને કારણે દેશમાં વેક્સિનેશનનો આંકડો ઉત્તરોત્તર વધી રહ્યો છે.
- કોવિડ-19 વેક્સિનેશનમાં ગુજરાતે કાબિલે તારિફ સિદ્ધિ હાંસલ કરી, વિકસિત દેશોને પાછળ છોડ્યા
- રસીકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ 100ની વસ્તીએ ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સિન ડોઝ આપ્યા
- ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા
- આ પહેલા પણ દેશભરમાં ગુજરાત રસીકરણ મામલે અગ્રેસર રહ્યું છે
WatchGujarat. કોવિડ-19 વેક્સિનેશનમાં ગુજરાતે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ 100ની વસ્તીએ ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સિન ડોઝ આપ્યા છે. તાજેતરમાં આવેલા રસીકરણના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યએ વિશ્વના સૌથી વિકસિત દેશોને પણ રસીકરણમાં પાછળ છોડી દીધા છે. મહત્વનું છે કે આ પહેલા પણ દેશભરમાં ગુજરાત રસીકરણ મામલે અગ્રેસર રહ્યું છે.
કોવિડ-19 વેક્સિનેશનમાં ગુજરાતની આગવી સિદ્ધિ
પ્રાપ્ત વિગતો અનુસાર રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર 100ની વસ્તીએ ગુજરાતે 169.2 લોકોનું રસીકરણ કરી આ સિદ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં રસીના 8 કરોડ 30 લાખથી વધુ ડોઝ અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.60 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં 3.69 કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાયા છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.
રસીકરણના જાહેર થયેલા આંકડા (પ્રતિ 100 વ્યક્તિ)
- ગુજરાત : 169.2
- યુકે : 162.8
- ફ્રાન્સ : 166.9
- યુએસએ : 138.4
- જર્મની : 153.6
- કેનેડા : 164.7
- ઇટાલી : 159
- નેધરલેન્ડ્સ : 168.8
- ફિનલેન્ડ : 167.5
- સ્વીડન : 165.8
- મેક્સિકો : 157.9
- સ્વિટ્ઝર્લૅન્ડ : 148.8
- સાઉદી અરેબિયા : 147.9
- હંગેરી : 137
- વિયેતનામ : 130.7
- રશિયા : 107.3