• 500 અને 1000 રૂ.વાળી ટિકિટ ઓનલાઇન બુકીંગ ફૂલ
  • ઓફલાઈન ટિકિટ માટેની તમામ વ્યવસ્થા 9 માર્ચથી શરૂ થશે

WatchGujarat ભારતે ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડને 3-1 થી હરાવી ટેસ્ટ શ્રેણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યાબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોપ પર રહેલી ભારત ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. જુન મહિનામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શ્રેણી પૂર્ણ થયા બાદ હવે 5 T20 મેચની T 20 સિરીઝ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ સ્ટેડિયમમાં 6 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ ટેસ્ટ મેચ યોજાઈ હતી. જેને લઈને મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવ્યા હતા. પરંતુ ટેસ્ટ મેચ જોવા કરતા T20 મેચ જોવાનું લોકો વધુ પસંદ કરે છે. છેલ્લા ઘણા સમયથી T20 મેચથી દૂર રહેતી ભારત ટીમની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ આ મેચ માટેની ટિકિટનું ઓનલાઇન વેચાણ BOOKMYSHOW પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1,32,000ની કેપિસિટીના 50 ટકા દર્શકો માટેની મંજૂરી આપવામાં આવી છે, એટલે અંદાજીત 60,000 લોકો સ્ટેડિયમમાં મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 12 માર્ચથી શરૂ થતી T20 મેચની ટિકિટના દર 500થી માડીને 10,000 સુધી રાખવામાં આવ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સાથે આ મેચની ટિકિટનું ઓનલાઇન બુકીંગ શરૂ થતાં જ મોટાભાગના લોકોએ ટિકિટ બુક કરી લીધી છે. જેના કારણે 500 અને 1000 રૂપિયા વાળી ટિકિટ ઓનલાઇન મોટાભાગે બુક થઈ ગઈ છે. જેને લઈને લોકો પણ ચિંતિત છે કે તેમને મોંઘી ટિકિટ ખરીદવાનો વારો આવશે. ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ T 20 સિરીઝની પૂર જોશમાં તૈયારીઓ થઇ રહી છે. ત્યારે BOOKMYSHOW પર ટિકિટ મળી રહી છે. તેની સાથે 9 માર્ચથી તમામ મેચની ટિકિટ ઓફલાઇન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ટીકીટ કાઉન્ટર પર મળશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર 9 માર્ચથી T20 મેચની તમામ દિવસની ટિકિટ ઓફલાઇન મળશે. BOOKMYSHOWમાં તેના સ્લોટમાં બધી ટિકિટ સોલ્ડ આઉટ બતાવે છે. પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. વધુમા વધુ લોકો મેચ જોવા માટે આવે તે હેતુથી ઓફલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવશે. તેના માટેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud