• કોરોના કેસોમાં ઉછાળો આવતા હોસ્પિટલ બેડ, દવાઓ તથા ઓક્સિજનની માંગમાં ઉછાળો આવ્યો
  • કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે નવલખી ખાતે રીફીલીંગ સેન્ટર શરૂ કરાયું
  • કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે હોસ્પિટલ, સ્મશાનગૃહ બાદ હવે ઓક્સિજન ફીલીંગ સેન્ટર પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

WatchGujarat. રાજ્યમાં વડોદરા સહિત અન્ય શહેરોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્ર દ્વારા હોસ્પિટલના બેડ સહિતના તમામ સુવિધાઓ યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર્દીઓને ઓક્સિજનનો જથ્થો સરળતાથી મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન ઉભુ કરાયું છે. ફિલિંગ સ્ટેશન થકી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહેશે.

નવલખી કંમ્પાઉન્ડમાં ઓક્સિજન ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું

વડોદરા સહિત તમામ શહેરમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. કોરોનાની બીજી વેવમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાતો હોવાને કારણે ઓક્સિજન પર રહેનાર દર્દીઓની સંખ્યા વધારી છે. જેને પગલે ઓક્સિજનની માગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઓક્સિજનનો સમયસર જથ્થો પુરો પાડી શકાય તેવા સંજોગોને ધ્યાનમાં રાખી સમયનો બચાવ અને સમયસર મળી રહે તે હેતુસર વડોદરા વહીવટીતંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું છે જેનું ઉદ્ઘાટન આજે સાંજે થશે તેવી વિગતો સાંપડી હતી.

સરકારી હોસ્પિટલ, સ્મશાન ગૃહ બાદ ઓક્સિજન ફીલીંગ સેન્ટર પર પોલીસ બંદોબસ્ત મુકાયો

નવલખી ખાતે તૈયાર કરવામાં આવેલી ઓક્સિજન ફીલીંગની કામગીરીમાં વ્યવસ્થા જળવાય તે માટે પોલીસને બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. અગાઉ શહેરની સરકારી હોસ્પિટલ, સ્મશાનગૃહોમાં વ્યવસ્થા જળવાય તે ઉદ્દેશ્યથી પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. આમ, પોલીસ આજે પણ કોરોના વોરીયરની ભુમિકા ભજવી રહી છે.

અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરામાં કોરોનાની બીજી વેવમાં સંક્રમણ વધારે ઝડપથી વધી રહ્યું છે. તેવા સમયે હવે લોકોની સારવારને ધ્યાને રાખીને હવે હોસ્પિટલોમાં બેડ, જરૂરી દવાઓ ઇન્જેક્શનનો જથ્થો સુનિશ્ચિત કરવો, ઓક્સિજનનો જથ્થો પુરો પાડવો, ટેસ્ટીંગ સહિતના મુદ્દે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સાથે વડોદરાના વહીવટી તંત્ર દ્વારા સરકાર દ્વારા નિયત કરાયેલી ઉંમરના લોકોને વેક્સીન લેવા માટે પ્રેરી રહ્યા છે. હવે લોકોએ પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને સરકારના કોરોનાને હરાવવાના પ્રયાસોમાં સહકાર આપવો જોઇએ. સરકારી તંત્ર અને લોકોના સહયોગથી કોરોના પર ઝડપથી કાબુ મેળવી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud