Paytm ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને કદાચ ધીમો પ્રતિસાદ મળ્યો હશે, પરંતુ લિસ્ટિંગ પહેલા કંપની 350 કર્મચારીઓને કરોડપતિ બનાવી દેશે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના સમાચાર અનુસાર, Paytm ના 2.5 અરબ ડૉલરના IPO પછી લગભગ 350 કર્મચારીઓની નેટવર્થ 1 કરોડ રૂપિયા થઈ જશે. જેમાં સેવા આપતા અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ એવા કર્મચારીઓ છે જેમણે Paytmમાં રોકાણકાર તરીકે હિસ્સો મૂક્યો હતો.

18 નવેમ્બરે લિસ્ટિંગઃ Paytm IPOના શેરની ફાળવણી 15 નવેમ્બર સુધી શક્ય છે. આજ દિન સુધી એ જાણી શકાશે કે કોને Paytm IPO મળશે અને કોને નહીં. તમને જણાવી દઈએ કે Paytm 18 નવેમ્બરે શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહ્યું છે. આ દિવસે IPO લેનારા રોકાણકારોના હિસાબ-કિતાબ સમજ આવી જશે. તમને જણાવી દઈએ કે Paytm IPO દ્વારા 18,600 કરોડ રૂપિયા એકત્ર કરશે.

Paytm એ IPO માટે શેર દીઠ રૂ. 2,080 થી રૂ. 2,150ની કિંમતની શ્રેણી નક્કી કરી હતી. જયારે, કંપનીના એક લોટમાં 6 શેર હતા. પેટીએમની પ્રાઇસ રેન્જના ઉપલા છેડે કંપનીનું મૂલ્યાંકન 1.39 લાખ કરોડ રૂપિયાનું છે. Paytmને અત્યાર સુધીનો સૌથી મોટો IPO માનવામાં આવે છે. અગાઉ કોલ ઈન્ડિયાનો આઈપીઓ 15,000 કરોડ રૂપિયાનો હતો.

તમને જણાવી દઈએ કે Paytm એક મોબાઈલ વોલેટ એપ છે. હાલમાં તેના 300 મિલિયન (30 કરોડ) સબ્સ્ક્રાઇબર્સ છે. ફોર્બ્સ ઈન્ડિયાના અહેવાલ મુજબ, માર્ચ 2021 સુધીમાં, પેટીએમ દ્વારા દર મહિને 750 મિલિયનથી 800 મિલિયન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. રૂપિયામાં 65,000 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થઈ રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud