આપ સૌએ અલગ અલગ પ્રકાર અને અલગ અલગ વેરાઈટી ના પીઝા ખાધા હશે. પણ શું આપ સૌ ક્યારે ફરાળી પીઝા ટ્રાય કર્યા છે.આજે અમે તમારી માટે એક નવી રેસિપી લઇ ને આવ્યા છે. તો આજેજ ઘરે બનાવો ફરાળી પીઝા

સામગ્રી

-500 ગ્રામ બટાકા

-50 ગ્રામ મોરિયાનો લોટ

-250 ગ્રામ દૂધ

-50 ગ્રામ કોપરાનું છીણ

-1 ટી સ્પૂન તલ

-1 ટી સ્પૂન ગરમ મસાલો

-1 ઝૂડી લીલી કોથમીર

-1 લીંબુ

-25 ગ્રામ ખમણ

-તજ,લવિંગ ,ખાંડ અને મરચું સ્વાદ અનુસાર

-મીઠું સ્વાદ અનુસાર

-તેલ જરુર પ્રમાણે

ફરાળી પીઝા બનાવવાની રીત

-સૌથી પહેલા મોરિયાના લોટની કડક કણક બાંધો

-તેને હાથથી થપથપાવી રોટલો તૈયાર કરો

-બેકિંગ ડીશમાં તેલ લાવવી આ રોટલાને સેકી લો

-રોટલો ઠંડો પડી જાય એટલે તેને ઉપયોગમાં લઇ શકો છો

-સીંગદાણા,કોથમીર ,આદુ,મરચું ,જરુર પ્રમાણે મીઠું ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ચટણી બનાવો

-બટાકા બાફી અને તને છીણી લો

-હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં તજ અને લવિંગથી વઘાર કરો.અને દૂધ બટાકા મિશ્રણને સાંતળી લો.

-આ ફરાળી પીઝાનું પૂરાં તૈયાર છે.રોટલાને બેક કરો તેના  પર ચટણી પાથરી દો હવે તેના ઉપર મિશ્રણ પાથરો

-રોટલાને બેક કરી તેને પીઝાની જેમ તૈયાર કરો

-હવે તેને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો અને ફરાળી પિઝાની માજા લો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud