WatchGujarat. આરબીઆઈ દ્વારા હવે કોઈપણ બેંક પર મોરટેરિયમ લગાવ્યાના 90 દિવસની અંદર તે બેંકના જમાકર્તાઓને 5 લાખ સુધીની જમા રાશિ પરત કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ માટે DICGC Act માં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) એક્ટ, 1961 માં સુધારાની જાહેરાત કરી હતી. કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે સંસદના ચોમાસા સત્રમાં આને લગતા બીલો લાવવામાં આવે તેવી સંભાવના છે.

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, “આરબીઆઈ જો કોઈ પણ બેંક પર મોરેટોરિયમ લગાવે છે, તો લોકોને આ નાણાં પાછા મેળવવા માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ, આ માટે ડિપોઝીટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. આજે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે થાપણદારોને 90 દિવસમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પરત મળી જશે.

જયારે, નાણાં પ્રધાન સીતારામને કહ્યું કે DICGC Bill 2021 અંતર્ગત તમામ ડિપોઝીટ ના 98.3 ટકા સુધી આવરી લેવામાં આવશે. જયારે, ડિપોઝીટ મૂલ્ય વિશે વાત કરવામાં આવે તો, 50.9 ટકા કડિપોઝીટ મૂલ્ય કવરેજ મળશે. વૈશ્વિક થાપણના મૂલ્ય વિશે વાત કરવામાં આવે તો તે કુલ થાપણ ખાતાના લગભગ 80 ટકા જેટલું જ બેસે છે. તે ડિપોઝિટ મૂલ્યના માત્ર 20-30 ટકા આવરી લે છે.

સીતારામને કહ્યું કે “દરેક બેંક 100 રૂપિયાની ડિપોઝિટ પર 10 પૈસા પ્રીમિયમ લે છે. હવે તે વધારીને 12 પૈસા કરવામાં આવી રહી છે. કોઈ પણ સંજોગોમાં તે દર 100 રૂપિયામાં 15 પૈસાથી વધુ ન હોવો જોઈએ …. ”

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud