આરકે ગ્રુપ ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ બિલ્ડરો અને ડેવલપર્સ છે
અગ્રણી બિલ્ડર અને તેની સાથે સંબંધિત ભાગીદારો મળી 40થી વધુ જગ્યાએ 4 દિવસથી તપાસ ચાલી
આઈટી વિભાગની કામગીરીમાં 40થી વધુ પરિસરને આવરી લેવામાં આવ્યા હતા
[caption id="attachment_1386448" align="aligncenter" width="640"] Rajkot income tax search[/caption]
WatchGujarat. ટોચના બિલ્ડર આર.કે ગ્રુપ પર આવકવેરા વિભાગનાં સર્ચ ઓપરેશન દરમિયાન સ્થાવર મિલકત અને વિવિધ પ્રોજેક્ટમાં 350 કરોડનાં બિનહિસાબી વ્યવહારો આવકવેરા વિભાગના હાથમાં લાગ્યા છે. આ ઉપરાંત 6.40 કરોડની રોકડ, 2 કરોડની જવેલરી, 4 કરોડની પ્રોમિસરી નોટ જપ્ત કરવામાં આવી છે. સાથે આ ગ્રુપ દ્વારા જમીન ખરીદીમાં 154 કરોડના વ્યવહાર મળી આવ્યા છે. જેમાં 144 કરોડ રોકડમાં ચૂકવ્યાનો ઘટસ્ફોટ થયો છે.
અગ્રણી બિલ્ડર અને તેની સાથે સંબંધિત ભાગીદારો મળી 40થી વધુ જગ્યાએ 4 દિવસથી તપાસ ચાલી રહી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન 25 જેટલા લોકરો મળી આવતા તેને સીલ કરવામાં આવ્યા છે. તો અલગ-અલગ આકારાણી વર્ષોમાં રૂપિયા 300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા છે. જેની તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે આ કરચોરીની રકમનો આંકડો વધી શકે તેવી સંભાવના આવકવેરા વિભાગે વ્યક્ત કરી છે. આઈટી ડિપાર્ટમેન્ટને આ દરોડાની કાર્યવાહીમાં જેકપોટ રૂપી આવક થાય તેવી શક્યતાઓ પણ હાલ જોવાઈ રહી છે
મહત્વનું છે કે આરકે ગ્રુપ ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ બિલ્ડરો અને ડેવલપર્સ છે. રાજકોટ તેમજ તેની આસપાસના વિવિધ વિસ્તારમાં ગ્રૂપ સ્થાવર મિલકત, બાંધકામ અને જમીન વેપારના વ્યવસાયમાં સક્રિયપણે રોકાયેલ છે. આઈટી વિભાગની કામગીરીમાં 40થી વધુ પરિસરને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્ચ અને જપ્તીની કામગીરી દરમિયાન ઘણા દસ્તાવેજો, છૂટક શીટ્સ, ડિજિટલ પુરાવા વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. જે આ જૂથના બિનહિસાબી વ્યવહારોમાં સામેલ હોવાનું દર્શાવે છે. સાથે નિયમિત હિસાબના ચોપડા બહારના વ્યવહારો, બિનહિસાબી રોકડ ખર્ચ, પ્રાપ્ત રોકડ એડવાન્સ અને રોકડમાં ચૂકવવામાં આવેલ વ્યાજના પુરાવાઓ પણ આ દરોડામાં મળ્યા છે. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ-ફ્લેટ, દુકાનો અને જમીનના સોદામાં ઓન-મની પેમેન્ટ કરાયાનું પણ સામે આવ્યું છે.