રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ ચાર જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઇ હોવાની ઘટનાઓ સામે આવી
લોધિકા તાલુકાના નગર પીપળીયા ગામે વીજુડી ડેમ નજીલ આવેલા ચેકડેમના પુલ પરથી પસાર થતી ઇકો કાર તણાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા
વાજડી વીરડા ગામ પાસેનો ન્યારી-1 ડેમ તેની નિર્ધારીત સપાટીથી 100 ટકા ભરાતા તેના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા
કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામમાં નિચાણવાળા વિસ્તારોના 24 શ્રમિકોનું ભક્તિધામ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું
WatchGujarat. શહેરમાં ગઈકાલ રાતથી વરસતા અવિરત વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટના સામે આવી છે. સાથે જ જિલ્લામાં જુદા-જુદા ચાર સ્થળે કાર રમકડાંની માફક તણાઈ હોવાનાં વિડીયો પણ સામે આવ્યા છે. સવારે એક ઉદ્યોગપતિની કાર તણાયા બાદ અન્ય ત્રણ કાર તણાઈ હોવાની ઘટનાઓનાં વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બીજીતરફ ન્યારી-1 સહિતનાં જળાશયો ઓવરફ્લો થતા શહેરનું જળસંકટ ટળ્યું છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.
https://youtu.be/V7oEuI6m93w
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ ચાર જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઇ હોવાની ઘટનાઓ સામે આવી હતી. સવારે ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક આઇ 20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ કારમાં સવાર રહેલા લોકો પેલિકન ફેકટરીમાં જઈ રહ્યા હતા. કલાકો બાદ પણ બંને વ્યક્તિઓની કોઈ ભાળ નથી મળી રહી.
ઉપરાંત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપળીયા ગામે વીજુડી ડેમ નજીલ આવેલા ચેકડેમના પુલ પરથી પસાર થતી ઇકો કાર તણાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. વાડી વિસ્તારમાં કામ માટે જઈ રહેલા ઇકો ચાલકની કાર ફસાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ અહેવાલો મળ્યા નથી. ત્રીજી ઘટનામાં મોરબી હાઇવે પર કાગદડી ગામે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે સેન્ટ્રો કાર ફસાઈ જતા ચાલકે કારને રેઢી મૂકી નાસી જવું પડ્યું હતું.
શહેરનાં હરિધવા રોડ પર ચોથો બનાવ બન્યો હતો. આ બનાવમાં એક સફેદ કલરની કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને રિવર્સ આવી રહી હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જેને પગલે ખુદ મ્યુનિસિપલ તેમજ પોલીસ કમિશ્નર દ્વારા લોકોને કામ સિવાય ઘર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. બીજીતરફ શહેરની જીવાદોરી સમાન ન્યારી-1 ઓવરફ્લો થતા તેમજ આજી સહિતના અન્ય જળાશયોમાં પાણીની સારી એવી આવક થતા જળસંકટ ટળ્યું છે.
ન્યારી-1 ડેમ ઓવરફ્લો, 7 દરવાજા 4 ફૂટ ખોલાયા
રાજકોટ તાલુકાના વાજડી વીરડા ગામ પાસેનો ન્યારી-1 ડેમ તેની નિર્ધારીત સપાટીથી 100 ટકા ભરાતા તેના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ન્યારી-1 ડેમના હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના વાજડી-વીરડા, વેજાગા, ગઢવાળી વાજડી તથા લોધીકા તાલુકાના વડવાળી વાજડી, હરીપાર (પાળ) અને પડધરી તાલુકાના ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કલેક્ટર તંત્ર સતર્ક
રાજકોટ જિલ્લામાં પડી રહેલા સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લા કલેકટરઅરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસનની ટીમ લોકોને ભારે વરસાદથી કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સતર્ક બની કાર્ય કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના અમુક ડેમો પૂર્ણ સપાટીએ ભરાતા આ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરી તેમનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામમાં નિચાણવાળા વિસ્તારોના 24 શ્રમિકોનું ભક્તિધામ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વેરી ડેમ ઓવરફલો થતાં તેની નિચાણવાળા વિસ્તાર એવા બાલાશ્રમ અને આશાપુર વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મોજ ડેમ અને વેણું ડેમ પુર્ણ સપાટીએ ભરાતા મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ અને વેણું ડેમના 14 દરવાજા 15 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સાથે મોજ નદીમાં ઘોડાપુર આવતાં આ વિસ્તારના 250 થી વધુ લોકોનું ચિત્રાવડ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ કલેક્ટર તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.