• મોરબી રોડ વેલનાથપરા સામે કૈલાશપાર્ક શેરીમાં રહેતી 23 વર્ષીય આરતી કરણ સરસીયાએ પોતાના ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો
  • આરતીને લટકતી જોઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા, બનાવ અંગેની જાણ થતાં બી ડીવીઝન પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
  • આરતી જ્યારે મળતી ત્યારે તે કહેતી કે, મારો પતિ કરણ સારી રીતે રાખતો નથી, અને મને શારીરીક-માનસીક ત્રાસ આપી હેરાન- પરેશાન કરે છે – પાર્થ

WatchGujarat. મોરબી રોડ પર વેલનાથપરા કૈલાસપાર્કમાં પ્રેમ લગ્ન કરનાર જીઆરડી યુવતીએ પતિ દ્વારા થતી શંકા-કુશંકા તેમજ તેના શારીરિક- માનસિક ત્રાસથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે પરિવાર સહિત આસપાસના લોકોમાં પણ અરેરાટી જોવા મળી હતી. આ અંગેની જાણ થતાં બી ડિવિઝ્ન પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તેણીના ભાઈની ફરિયાદને આધારે પતિ સામે મરવા માટે મજબૂર કર્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ વેલનાથપરા સામે કૈલાશપાર્ક શેરીમાં રહેતી 23 વર્ષીય આરતી કરણ સરસીયાએ પોતાના ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આરતીને લટકતી જોઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ થતાં બી ડીવીઝન પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અને મૃતકના ભાઇ પાર્થ હરદેવપરી ગોસ્વામીની ફરિયાદ પરથી મૃતકનાં પતિ કરણભાઈ મેરામભાઇ સરસીયા સામે આઇપીસી ૪૯૮ (ક), અને ૩૦૬ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

મૃતક આરતીના ભાઇ પાર્થે ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે એચ.એન.શુકલા કોલેજમાં બીએનો પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે આરતીએ તેની મરજીથી કરણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરતી ગત તા. 11/3 ના રોજ અમારા ઘરેથી જીઆરડીમાં નોકરીએ જવાનું કહીને સવારે નીકળી હતી. બાદ અમારા ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેને ફોન કરતા તેણે જણાવેલ કે હવે મને ફોન કરતા નહીં મે કરણ સરસીયા સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે અને હું તેની સાથે રહેવાની છું.

જો કે ત્યારબાદ પોતાની બહેન આરતી જ્યારે મળતી ત્યારે તે કહેતી કે, મારો પતિ કરણ સારી રીતે રાખતો નથી, અને મને શારીરીક-માનસીક ત્રાસ આપી હેરાન- પરેશાન કરે છે. જી.આર.ડી.માં નોકરી કરૂ તો મારી પર શંકા કરી મને અવારનવાર મારકૂટ કરી હેરાન-પરેશાન કરતો હોવાનું પણ જણાવતી હતી.  દરમિયાન ગતરાત્રે બહેનની બહેનપણી કિરણનો ફોન આવ્યો હતો. અને તેણે આરતીએ કૈલાશપાર્ક શેરી નં. 2 ખાતે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. જેને લઈ પોતે માતા અરૂણાબેનનો વાત કરતા બંને તુરત જ કૈલાશ પાર્કમાં ગયા ત્યાં આરતી લટકતી જોવા મળી હતી.

Facebook Comments Box

Videos

Our Partners