કાલાવડ રોડનાં પ્રેમ મંદિર નજીકમાં આવેલા રવિપાર્ક વિસ્તારમાં સરિતા નામની એક પરપ્રાંતીય મહિલા બ્યુટીપાર્લર ચલાવતી હતી
ધોળે દિવસે એક શખ્સ બ્યુટીપાર્લર ખાતે પહોંચ્યો અને મહિલા સાથે બોલાચાલી થયા બાદ ગોળી મારી તેણીને મોતને ઘાટ ઉતારી
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની ઓળખ 27 વર્ષીય આકાશ રામાનુજ મૌર્ય તરીકે થઈ
WatchGujarat. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી સતત વધી રહી છે. ત્યારે આજે શહેરનાં પોષ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ નજીક ધોળે દિવસે ગોળી મારી એક મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને નાકાબંધી કરી માધાપર ચોકડી નજીકથી આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત અનુસાર કાલાવડ રોડનાં પ્રેમ મંદિર નજીકમાં આવેલા રવિપાર્ક વિસ્તારમાં સરિતા નામની એક પરપ્રાંતીય મહિલા બ્યુટીપાર્લર ચલાવતી હતી. આજરોજ ધોળે દિવસે એક શખ્સ બ્યુટીપાર્લર ખાતે પહોંચ્યો હતો. અને આ મહિલા સાથે બોલાચાલી થયા બાદ ગોળી મારી તેણીને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડીસીપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને શહેરમાંથી બહાર જવાના રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની ઓળખ 27 વર્ષીય આકાશ રામાનુજ મૌર્ય તરીકે થઈ હતી. તેમજ આ શખ્સ મૂળ ગોરખપુરનો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને ડીસીપીનાં આદેશ મુજબ જુદી-જુદી ટીમો દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કૃણાલ ચુડાસમા નામના જાગૃત નાગરિકે રિક્ષામાં બેઠેલા આરોપીનો પોતાની કાર વડે પીછો શરૂ કર્યો હતો. અને માધાપર ચોકડી નજીક ફરજ પરના હોમગાર્ડ જવાનને જાણ કરતા જ રીક્ષા રોકી પોલીસે હત્યા થયાનાં એકાદ કલાકમાં જ આરોપી આકાશને માધાપર ચોકડી પાસેથી જ ઝડપી લીધો છે. પોલીસ પૂછપરછમાં આરોપી મૃતક મહિલાનો પૂર્વ પતિ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે હત્યાનું કરણ જાણવા આરોપીની આકરી પૂછપરછ શરૂ કરી છે.
આ હત્યારાનો બહાદુરી પૂર્વક પીછો કરનાર કૃણાલનાં જણાવ્યા અનુસાર ઘટના સમયે પોતે ત્યાંથી પસાર થતો હતો. ત્યારે જ એક શખ્સ મહિલાની હત્યા કરી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગણતરીની મિનિટોમાં આ શખ્સ જે રિક્ષામાં બેઠો હતો. તે જોવા મળતા પોતે પીછો શરૂ કર્યો હતો. જો કે આરોપી પાસે રિવોલ્વર હોવાની જાણ હોવાથી પોતે રીક્ષા રોકવાની હિંમત કરી નહોતી. પરંતુ રીક્ષા માધાપર ચોકડી તરફ જતી હોય તેનો નંબર નોંધી લઈ ટ્રાફિક મેમોની ચિંતા કર્યા વિના BRTS ટ્રેક પર કાર દોડાવી હતી. માધાપર ચોકડી પહોંચતા જ પોતે ફરજ પરના પોલીસ કર્મી હિતેશ બારૈયાને જાણ કરી હતી. અને આ રીક્ષા ત્યાં આવતા જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો.