રાજકોટ તાલુકાના સરધારની સહકારી મંડળીની સ્થાપનાનાં પાંચ દાયકા પછી આજે પહેલી વાર આખી પેનલની ચૂંટણી યોજાઈ
20 બેઠકોમાંથી એક બિનહરિફ થતા 19 બેઠકો માટે આજે 88 ટકા મતદાન થયું
જિલ્લા ભાજપનાં હોદેદારો અને ધારાસભ્યએ પણ ટેકો આપ્યો હતો. છતાં આખી પેનલ હારી ગઈ
WatchGujarat. જિલ્લા ભાજપનાં બે જૂથ સરધારની સહકારી મંડળની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સામસામે હતા. તેનું પરિણામ ગત સાંજે બહાર આવતા ભાજપનાં નેતાઓના ખુલ્લા સમર્થનવાળા જૂથની આખી પેનલનો સફાયો થયો છે. જયારે ભાજપનાં અસંતુષ્ટ જૂથની આખી પેનલ વિજેતા થતા મંડળી પર કબ્જો જાળવી રાખ્યો છે. પરિણામમાં સૌથી વધુ જેના પર નજર મંડાઈ હતી તે રાજકોટ જિલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ અને રાજકોટ તાલુકાની કારોબારીનાં વર્તમાન ચેરમેન બંનેની હાર થઈ છે. અને અસંતુષ્ટ જૂથનો દબદબો યથાવત રહ્યો છે.
રાજકોટ તાલુકાના સરધારની સહકારી મંડળીની સ્થાપનાનાં પાંચ દાયકા પછી આજે પહેલી વાર આખી પેનલની ચૂંટણી યોજાઈ હતી. કુલ 20 બેઠકોમાંથી એક બિનહરિફ થતા 19 બેઠકો માટે આજે મતદાન થયુ હતુ. 12 ગામનાં આશરે 2400 મતદારો નોંધાયેલા છે. જેમાંથી આશરે 88 ટકા મતદાન થયું હતુ. આજે સવારે ત્રણ સ્થળોએ સરધાર, સમઢીયાળા અને સુકી સાજડીયાળીમાં મતદાન કરવામાં આવ્યુ હતુ. એક મતદારને 19 મત આપવાનાં હતા એક બેલેટમાં કુલ 41 ઉમેદવાર હતા.
સરધાર મંડળીમાં દાયકાઓથી હરદેવસિંહ જાડેજા અને નિતિન ઢોકચા જૂથનો કબ્જો છે. આ ચૂંટણીમાં તેઓ પણ ઉમેદવાર હતા. સામે જિલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ નિલેશ વિરાણી અને રાજકોટ તાલુકાની કારોબારી સમિતિનાં વર્તમાન ચેરમેન ચેતન પાણે પણ ઉમેદવારી કરી હતી. આ બંને આગેવાનોની પણ કારમી હાર થઈ છે. દરેક બુથમાં તેમના જૂથને ઓછા મત મળ્યા છે. આ જૂથને જિલ્લા ભાજપનાં હોદેદારો અને ધારાસભ્યએ પણ ટેકો આપ્યો હતો. છતાં આખી પેનલ હારી ગઈ હતી.