• મનપાની બેદરકારીને કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા
  • પાણીનું સમયસર અને યોગ્ય માત્રામાં વિતરણ નહીં થતું હોવાની ફરિયાદો
  • ડ્રેનેજ શાખાની બેદરકારીને કારણે આ વિસ્તારનાં લોકોને મુશ્કેલી પડી

WatchGujarat.ચાલુ વર્ષે સારામાં સારું ચોમાસુ રહેવા છતાં મનપાની બેદરકારીને કારણે લોકોને પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ આ પાણીનું સમયસર અને યોગ્ય માત્રામાં વિતરણ નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે હવે ઠેર-ઠેર ડ્રેનેજનાં પાણી પીવાના પાણીમાં ભળ્યાની એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે. તાજેતરમાં મેયરનાં વોર્ડ નંબર 12માં આ પ્રકારની ફરિયાદો સામે આવી હતી. જેમાં 50 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થયાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે વોર્ડ નંબર 17માં પણ આ પ્રકારની ફરિયાદો ઉઠી છે.

આજ રોજ વોર્ડ નંબર 17નાં રહીશો દ્વારા આ મામલે દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં ડ્રેનેજનાં પાણી બોરમાં ભળતા દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ડ્રેનેજ શાખાની બેદરકારીને કારણે આ વિસ્તારનાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ આ વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું હતું. સાથે જ આ મામલે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી મેયર વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો પ્રશ્ન હતો. જેમાં 50 કરતા વધુ લોકોને ઝાડા ઉલટી થયા હતા. આ મામલે વોર્ડ 12નાં પાણીનાં નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ડ્રેનેજની લાઈન તૂટયા બાદ પ્રશ્ન ઉભો થયો હોવાનું ખુદ મેયરે સ્વીકાર્યું હતું. અને આવી ઘટના ફરીથી ન બને તે માટે એલર્ટ રહેવાની સૂચના ડ્રેનેજ વિભાગને આપી હતી. ત્યારે આજે ફરી વોર્ડ નંબર 17 માં ખરાબ પાણીનો મુદ્દો સામે આવ્યો છે. જેમાં પણ ડ્રેનેજનાં પાણી ભળી જવાનો આરોપ લાગતા ડ્રેનેજ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud