• લોકોએ 10ના સિક્કા સ્વીકારવાનું કે આપવાનું બંધ કરી દીધું
  • માત્ર એક અફવાથી રાજકોટની બજારમાં 10નાં સિક્કા બંધ થઇ ગયા
  • રાજકોટવાસીઓમાં આ બાબતે જાગૃતતા લાવવી જરૂરી

WatchGujarat. છેલ્લા ઘણા દિવસથી રાજકોટની બજારોમાં 10 રૂપિયાના સિક્કા જોવા નથી મળી રહ્યા જ્યારે કોઈ દુકાનો પર તમે જશો તો વેપારી કહે છે હું દસનો સિક્કો નહિ સ્વીકારું, અને કોઈ વેપારી ગ્રાહકને 10નો સિક્કો આપશે ત્યારે તે કહેશે રેવાદો 10ની નોટ આપો. ત્યારે આવું તે શું બન્યું કે લોકોએ 10ના સિક્કા સ્વીકારવાનું કે આપવાનું બંધ કરી દીધું ? આ બાબતે રાજકોટની RCC બેન્કના CEO પરસોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, લોકો દસના સિક્કા સ્વીકારતા નથી પણ અમે આ સિક્કા સ્વીકારી લઈએ છીએ જેને લઇને બેંકમાં પણ 10ના સિક્કાનો ભરાવો થઈ ગયો છે. રાજકોટની મોટાભાગની બેન્કની આ પ્રકારની પરિસ્થિતિ છે.

રાજકોટમાં લોકો 10નો સિક્કો સ્વીકારનો ઇનકાર કરી રહ્યા છે જેની પાછળનાં મુખ્ય બે કારણો છે. એક તો બજારમાં અફવા છે કે બજારમાં 10નાં સિક્કા બંધ થઈ ગયા છે જેને લઇને લોકોને ભય છે કે અમે 10ના સિક્કા સ્વીકારશુ અને અમારી પાસેથી કોઈ સિક્કા નહીં લે તો ? બીજી તરફ 10 રૂપિયાના સિક્કાની અવેજી સ્વરૂપે ચલણી નોટો છે તેથી વજનના લીધે લોકો સિક્કા નથી સ્વીકારતા.

આમ આ બન્ને મુખ્ય કારણો છે જેથી લોકો રૂ. 10નાં સિક્કા સ્વીકારતા નથી. જોકે લોકોને આ મુદ્દે જાગૃત કરવા પણ જરૂરી છે. માત્ર અફવાને લીધે રાજકોટની બજારમાં 10ના સિક્કા ગુમ થઈ ગયા છે. ત્યારે સરકારે કે તંત્રએ આ બાબતે કોઈ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. કારણ કે હાલ જે પરિસ્થિતિ છે તે માત્ર એક ગેર સમજણના લીધે ઉભી થઇ છે. આશા છે કે અહેવાલ બાદ રાજકોટવાસીઓમાં 10ના સિક્કા બાબતે થોડી જાગૃતતા આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud