• વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં દેહવેપાર
  • પોલીસે ગ્રાહક બનાવીને એક શખ્સને સ્પામાં મોકલ્યો
  • સ્પાના સંચાલક સુનિલ દિપક ખેર નાસી જતા વોન્ટેડ જાહેર કરાયો

#Surat - સ્પાના નામે સેક્સ રેકેટ : કિમ્સ સ્પા પર પોલીસના દરોડા, બે વિદેશી મહિલાની અટકાયત

WatchGujarat. સુરતના વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં દેહવેપાર કરાવી રહેલા એક સ્પા પર ક્રાઇમ બ્રાંચની ટીમે છાપો મારી એક કર્મચારી અને મેનેજરને પકડી પાડ્યા છે. જ્યારે સ્પાના સંચાલક નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. #કિમ્સ સ્પા

સુરતમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું છે.સરથાણા બાદ વેસુ વિસ્તારમાંથી બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે વેસુ વીઆઈપી રોડ પર સર્જન પેલેસ પાસે આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરાવવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ગ્રાહક બનાવીને એક શખ્સને સ્પામાં મોકલ્યો હતો. જ્યાં પહેલા તેની સાથે મસાજની વાત કરીને બાદમાં વિદેશી મહિલા બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે છાપો મારી મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે અને કર્મચારી કૈલાશ બદ્રી યાદવને પકડી પાડ્યા હતા. સ્પામાંથી વિદેશી બે મહિલા મળી આવતા પોલીસે તેની અટક કરી હતી. જ્યારે સ્પાના સંચાલક સુનિલ દિપક ખેરનાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

વધુમાં પકડાયેલા મેનેજર અને કર્મચારી છેલ્લા બે માસથી જ નોકરી પર લાગ્યા હતા. જ્યારે પકડાયેલી મહિલાઓ થાઇલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી. આ મહિલાઓ હાલ સુધીમાં અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. વિઝા અંગે તેમજ કસ્ટમર દીઠ કેટલા રૂપિયા લેવાતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

More #કિમ્સ સ્પા #sex #racket #spa #busted #crime #branch #Surat news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud