• હિન્દુસ્તાનના ભાગલા સમયે વર્ષ 1947માં ઠક્કુર આસનલાલ સાહેબ અખંડ જયોત પાકિસ્તાનના સિંધમાંથી લાવ્યાં હતા
  • ચેટીચંદ પર્વ અને ઝૂલેલાલ (વરૂણ દેવ ) જન્મજયંતિની કોરોના વચ્ચે સાદગી સભર ઉજવણી

Watchgujarat. ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલુ ઝુલેલાલ ભગવાનનું મંદિર જિલ્લા, રાજય તેમજ અન્ય દેશોમાં વસતા સિંધિ સમાજ માટે તિર્થસ્થાન ગણાય છે. હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધ પાકિસ્તાનથી લવાયેલી અખંડ જયોત આજે 74 વર્ષથી અહીં પ્રજ્વલિત છે . ચેટીચાંદ નિમિત્તે મંગળવારે ભજન કિર્તન અને જાગરણ સહિતના યોજાતા પરપરગત ધાર્મિક કાર્યક્રમો અને મેળાવડો બંધ રહ્યો હતો.

ભગવાન ઝૂલેલાલ જયંતિ  ભંડારો અને શહેરમાં નીકળતી શોભાયાત્રા પણ કોરોનાનને લઈ યોજવામાં આવી ન હતી. શહેર અને જિલ્લામાં સિંધિ સમાજના નૂતનવર્ષ ચેટીચાંદ અને ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિનિ ઉત્સાહભેર સિંધી સમાજે ઘરે જ ઉજવણી કરી હતી.

કોરોના મહામારી પેહલા પ્રતિવર્ષ ઝૂલેલાલ ભગવાનના પ્રતિક શ્રી જયોતિસાહેબ અને પૂજય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચ નગરમાં ધામધૂમથી નીકળતી હતી. જે ઝૂલેલાલ મંદિરેથી બળેલીખો , પુષ્પાબાગ ,  હાજીખાના , નવાડેરા , ચકલા , સોનેરી મહેલ પહોંચી ત્યાંથી વાહનોમાં ઝાડેશ્વર નર્મદા કિનારે વિસર્જીત થતી હતી.

આજે ઝૂલેલાલ મંદિરે ઝૂલેલાલની પ્રતિમાની જળ અને જયોતથી પૂજાવિધી કરવામાં આવી હતી. વર્ષ 1947 ની સાલમાં હિન્દુસ્તાનના ભાગલા સમયે સિંધમાંથી ઠક્કુર આસનલાલ સાહેબ અખંડ જયોત લાવી ભાગાકોટ ખાતે ઝૂલેલાલ મંદિરની સ્થાપના કરી હતી. જે અખંડ જયોત આજે 74 વર્ષે પણ અહી પ્રજવલિત છે. હાલ તેઓના પરિવારના સાંનિધ્યમાં આ ઉત્સવ ઉજવાઈ છે. આ જયોતના દર્શન માટે ગુજરાત ઉપરાંત અન્ય રાજયો અને વિદેશમાંથી પણ સિંધિ સમાજના લોકો ઉમટી પડે છે .

આજે ચેટીચાંદ નિમિત્તે ભરૂચનાં તીર્થ સ્થાન ગણાતા શ્રી ઝુલેલાલ મંદિર શ્રી વરુણદેવ મંદિર ભરૂચનાં વર્તમાન 26 માં ગાદેશ્વર પૂજય ઠકુર સાંઇ મનીષલાલ દ્વારા સર્વે સિંધી સમાજનાં ભાઈ-બહેનોને એક વિશેષ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

ભરૂચમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ચેટીચાંદનો મેળો સાદગીપૂર્વક ઉજવવાનું આયોજન કરાયું છે તેમજ આ મેળામાં દેશ-વિદેશથી સિંધી સમાજનાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે જનોઈ-મુંડન સંસ્કારનો કાર્યક્રમ સ્થગિત રાખવામા આવ્યો છે.

સર્વે સિંધી સમાજનાં ભાઈઓ-બહેનોને ચેટીચાંદની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી છે. કોરોનાનાં વધતાં સંક્રમણને અટકાવવા માટે દરેક સિંધી સમાજનાં ભાઈ-બહેને પોતાના પરિવાર સાથે ઘરમાં ઝુલેલાલ ભગવાનની પ્રતિમાને હાર પહેરાવી 11 દીવા પ્રગટાવે. એક લોટામાં જળ લઈ ઝુલેલાલ ભગવાન અને અખા સાહિબનો 3 વાર મંત્રજાપ કરવો. સહિતની વિધિ કરી ઘરે-ઘરે ઝુલેલાલ ભગવાનનું પૂજન કરવું તેમ સિંધી સમાજનાં મનીષલાલ સાંઇ દીપલાલ ઠકુરએ પ્રાર્થના કરી છે. સર્વે સમાજનાં ભાઈ-બહેનોનું સ્વાસ્થય સારું રહે, ધંધા રોજગારમાં બરકત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud