SpiceJet Mid Air Cab Bookings: સ્પાઇસ જેટ ઝડપથી તેના મુસાફરો માટે સેવાઓનો વિસ્તાર કરી રહી છે. જો તમે પણ સ્પાઇસ જેટ (SpiceJet) દ્વારા મુસાફરી કરો છો, તો તમારા માટે કામના સમાચાર છે. કંપનીએ તેના મુસાફરો માટે મિડ-એર કેબ બુકિંગ (Mid-Air Cab Booking) સેવા શરૂ કરી છે. આ અંતર્ગત, મુસાફરો હવે એર લાઇન્સ ઇન-ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ (In-flight Entertainment Platform Spice) સ્પાઇસ સ્પાઇસસ્ક્રીન સેવા દ્વારા ફ્લાઇટ દરમિયાન કેબ બુક કરી શકે છે.

Airport ની બહાર રાહ જોશે કેબ

કંપનીએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે તેણે તેના મુસાફરો માટે મિડ-એર કેબ બુકિંગ (Mid-Air Cab Booking) માટે આ સેવા શરૂ કરી છે. વાસ્તવમાં, મુસાફરી દરમિયાન, કેબના મોડા બુકિંગના કારણે લોકો પરેશાન થાય છે. જો તમે સ્પાઇસ જેટ સાથે મુસાફરી કરી રહ્યા છો, તો હવે જ્યારે તમે એરપોર્ટથી બહાર નીકળશો ત્યારે એક કેબ તમારી રાહ જોશે. આ માટે, તમે http://spicejet.com પર અથવા સ્પાઈસજેટની એપ (@flyspicejet) ની મુલાકાત લઈને કેબ બુક કરાવી શકો છો.

કેબ બુક કરવા માટેની સંપૂર્ણં પ્રક્રિયા

1. આ માટે તમારે પહેલા તમારા મોબાઈલ પર SpiceScreen કનેક્ટ કરવી પડશે.
2. આ પછી હોમ પેજ પર જાઓ.
3. હવે હોમ પેજ પર હાજર કેબ વિભાગ પર ક્લિક કરો.
4. આ પછી તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
5. નંબર દાખલ કર્યા પછી, કેબ બુકિંગની પુષ્ટિ કરો.

અહીં મળશે તમને આ સર્વિસ

મુસાફરોએ જાણવું જોઈએ કે આ નવી સેવા માત્ર થોડા શહેરોમાં જ ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં દિલ્હી એરપોર્ટ પર આવતા મુસાફરો ઉપરાંત, એરલાઈન આ સેવાને મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ અને પુણે સહિત તબક્કાવાર રીતે એરપોર્ટ પર વિસ્તૃત કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud