• 100 મીટર દોડ પૂરી કરીને નેશનલ લેવલની એથલેટિક્સ મીટમાં ગોલ્ડ મેળવ્યો
  • 2010માં મલેશિયામાં એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
  • 2012, 2016 અને 2017માં નેશનલ માસ્ટર્સ ઈવેન્ટ્સ પણ જીતી હતી

WatchGujarat.ગુજરાતીમાં કહેવત છે મન હોય તો માળવે જવાય. એટલે કે મનથી મક્કમ થયેલા વ્યક્તિને કોઇ રોકી શકતું નથી એ પછી ભલે યુવાન હોય કે વૃદ્ધ. આવુ કંઇક કરી બતાવ્યું છે સુરતનાં 92 વર્ષીય યુવાને… જી.હા યુવાન એટલા માટે કે આ વ્યકિતને વૃદ્ધ કહેવા કરતા યુવાન કહેવુ વધારે શોભે છે કારણ કે 92 વર્ષની ઉંમરે યુવાનાનો શરમાવે તેવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યા છે.

વાત છે સુરતના 92 વર્ષીય હરેશભાઈ દેસાઈની. તેઓ જીવનનાં અંતિમ પડાવ છે એવો અહેસાસ પણ કર્યા વિના મેડલ્સ જીતવામાં વ્યસ્ત છે. તેઓએ 100 મીટર દોડ પૂરી કરીને નેશનલ લેવલની એથલેટિક્સ મીટમાં ગોલ્ડ મેળવ્યો. આટલી ઉંમરે પણ કેવી રીતે દોડી રહ્યા છે તે જાણવુ ખૂબ જ રસપ્રદ છે. હરેશભાઈ દેસાઈએ ન માત્ર એથલેટિક્સ મીટમાં ભાગ લીધો પણ સાથો સાથ બે મેડલ્સ પણ જીત્યા. તેઓ રિટાયર્ડ બેન્ક કર્મચારી છે. તેઓએ ગયા નવેમ્બર મહિનામાં વારાણસીમાં યોજાયેલી નેશનલ્સ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરની દોડ પૂર્ણ કરી હતી. માત્ર 100 મીટર દોડમાં તેઓ ગોલ્ડ મેડલ નથી જીત્યો. આ સિવાય તેઓએ હેમર થ્રો ઈવેન્ટમાં ભાગ લઈ સિલ્વર મેડલ પણ જીત્યો.

મીડિયા અહેવાલ મુજબ કૉલેજોના દિવસોમાં બેડ મિન્ટન રમતા હરેશભાઈ દેસાઈને આ ઉંમરે પણ ચશ્મા નથી. તેઓ ચશ્મા વગર જ બધુ વાંચી શકે છે. તેઓ દરરોજ પ્રેક્ટિસ કરે છે અને આ ઉંમરે પણ ડાયાબીટીસ કે બ્લડ પ્રેશન જેવી બીમારી તેમની નજીક પણ ફરકી નથી. તેઓ જીવનના છેલ્લાં દિવસ સુધી રમવા માગે છે. આટલું જ નહીં 81 વર્ષની ઉંમરે તેઓેએ નેશનલ અને ઈન્ટરનેશનલ લેવવે મેડલ્સ જીતવાનું શરૂ કર્યુ હતું. તેઓએ 2010માં મલેશિયામાં યોજાયેલી એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓએ 2012, 2016 અને 2017માં નેશનલ માસ્ટર્સ ઈવેન્ટ્સ પણ જીતી હતી.

ખરેખર હાલમાં સિનિયર સિટીઝન્સ કોરોનાની ત્રીજી સંભવિત લહેરની ચિંતા કરી રહ્યા છે. ત્યારે સુરતના 92 વર્ષના હરેશભાઈ દેસાઈનો જુસ્સો યુવાનોને પણ શરમાવે તેવો છે. જીવનના અંતિમ શ્વાસ સુધી દોડતા માંગતા હરેશભાઈ દેસાઈ આજની યુવા પેઢીને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud