સુરત શહેર - જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાતા પીવાના અને ખેતીના પાણી માટેની ચિંતાઓ દૂર થઇ છે
ઉકાઇના ઉપરવાસમાં પણ વરસાદ નોંધાતા ડેમમાં પાણી સારી આવક નોંધાઈ
આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ધુમ્મ્સની ચાદર પથરાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો
WatchGujarat. વર્ષની શરૂઆતમાં એવું લાગતું હતું કે આ વર્ષે દુકાળના ડાકલા વાગી રહ્યા છે. પીવાનું પાણી અને સિંચાઇનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળશે કે કેમ તેવી ચિંતા પણ સરકાર અને વહીવટી તંત્ર બંનેને સતાવી રહી હતી. તેવામાં સપ્ટેમ્બર મહિનામાં જામેલા વરસાદે આ તમામ ચિંતાઓ દૂર કરી નાંખી છે. સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ધરતીપુત્રોને પણ મોટી રાહત થઇ છે.
https://youtu.be/O1165RLXgzc
સુરત શહેર અને જિલ્લાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં જ સારો એવો વરસાદ નોંધાતા પીવાના અને ખેતીના પાણી માટેની ચિંતાઓ દૂર થઇ છે. ઉકાઇના ઉપરવાસમાં પણ વરસાદ નોંધાતા ડેમમાં પાણી સારી આવક નોંધાઈ છે. ઉકાઇના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેના કારણે ડેમની સપાટી 341.16 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આમ ભયજનક સપાટીથી ડેમ માત્ર ચાર ફૂટ દૂર છે.
ઉકાઈ ડેમનું આજનું રુલ લેવું 340 ફૂટ રાખવામાં આવ્યું છે. અને રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી 98,845 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક 28,901 ક્યુસેક નોંધાઈ છે. તાપીમાં પાણીની આવક વધતા કોઝવે પણ છલકાયો છે અને વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.
કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. અને હાલ કોઝવે 8 મીટરની સપાટી પર વહી રહ્યો છે. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદી ચોમાસાની સીઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી જોવા મળી છે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ધુમ્મ્સની ચાદર પથરાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં નયનરમ્ય તાપીનો નજારો જોઈ શકાય છે.
ઉકાઇમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વહીવટી તંત્ર સપાટીનું સતત મોનીટરીંગ પણ કરી રહ્યું છે. જોકે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા તંત્રને હાશકારો પણ થયો છે. તાપી બંને કાંઠે વહેતી થતા આ નજારો માણવા લોકો પણ નીકળ્યા હતા. જોકે હાલ શહેર માટે કોઈ ચિંતાનું કારણ ન હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.