બુટલેગર માંગીલાલ વિરૂદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન, હત્યા, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
બે દિવસ પહેલા જ સુરતનો વધુ એક બુટલેગર જેલમાંથી જામીન મુક્ત થતાં Jaguar કારમાં રેલી કાઢી હોવાનો વિડિઓ વાયરલ થયો હતો.
WatchGujarat. સુરતમાં પોલીસ પર હુમલો કરનારા બુટલેગરનું ભવ્ય સ્વાગત કરાયું હોવાનો વિડીયો વાયરલ થયો છે. બુટલેગર જેલમાંથી છુટીને આવ્યો હતો તે વેળાએ તેના પન્ટરોએ ફટકડા ફોડી તેનું સ્વાગત કર્યું છે. આ ઘટનાનો વિડીયો પણ હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વધુમાં બુટલેગર માંગીલાલની વિરુદ્ધ અમરોલી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂ વેચાવાથી હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુનાઓ નોંધાય ચૂક્યા છે.
https://youtu.be/y5utUR-PYpo
સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે. એક તરફ તેઓ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કાયદાની ધજિયા ઉડાવી રહ્યા છે. તો બીજી તરફ જેલમાંથી છૂટીને આવ્યા બાદ બુટલેગરોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે જે એક ખુબ જ નીંદનીય બાબત છે. આવી જ એક વધુ ઘટના સુરત શહેરમાં પ્રકાશમાં આવી છે. સુરતમાં બુટલેગર માંગીલાલ ગજ્જર જેલમાંથી છૂટીને ઘરે આવ્યો હતો તે વેળાએ તેનું ફટકડા ફોડીને તેના પન્ટરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને સુરતમાં ચકચાર મચી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બુટલેગર પર તેના પન્ટરો સ્પ્રે છાંટે છે તેમજ ફટકડા ફોડી તેનું સ્વાગત કરે છે. એટલું જ નહી અહી કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો હતો. હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું.
માંગીલાલ ગુજજર એક રીઢો આરોપી
માંગીલાલ ગુજજર એક રીઢો આરોપી છે. માંગીલાલની વિરુદ્ધ અમરોલી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂ વેચાવાથી હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુનાઓ નોંધાય ચૂક્યા છે. એકવાર પાસા પણ ભોગવી આવ્યો છે. વધુમાં મોટા વરાછાના બૂટલેગર માંગીલાલ ગુજ્જરે અમરોલી વિસ્તારમાં પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પર હુમલા કેસમાં જેલમાંમાંથી છૂટીને આવતા જાહેરમાં ફટાકડા ફોડીને સાથી અસામાજિક તત્વોએ સ્વાગત કર્યું હતું.
અંત્રોલી ગામે પણ લીસ્ટેડ બુટલેગરનું સ્વાગત કરાયું હતું
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રહેતો લિસ્ટેડ માથાભારે બુટલેગર ઈશ્વર વાસફોડીયા એ જેલમાંથી પેરોલ પર છૂટતા તેના સાગરીતો સાથે મળી 7 જેટલી લક્ઝુરીયસ કારમાં પોતાના ઘર નજીક રેલી કાઢી હતી. કારમાંથી મોટા અવાજે ફિલ્મી ગીતો વગાડી ફટાકડા ફોડ્યા હતા. ઈશ્વર વાસફોડીયાએ કારના સનરૂફ માંથી બહાર આવી લોકોનું અભિવાદન કરતો હતો સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતા પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડ્યા હતા. ઘટના બાદ કડોદરા પોલીસે ગુરુવારે ઈશ્વર વાસફોડીયા વિરુદ્ધ જાહેરનામના ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
- બુટલેગર માંગીલાલ વિરૂદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન, હત્યા, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
- બે દિવસ પહેલા જ સુરતનો વધુ એક બુટલેગર જેલમાંથી જામીન મુક્ત થતાં Jaguar કારમાં રેલી કાઢી હોવાનો વિડિઓ વાયરલ થયો હતો.